પતિ અને પત્નીનો સંબંધ કેવો હશે તે ચીજો તે બંને વ્યક્તિઓની સમજદારી પર નિર્ભર કરે છે જે આ બંધનમાં હોય છે. આ સંબંધની ખાસ વાત એ છે કે તે જેટલો મજબૂત હોય છે એટલો જ નાજૂક પણ હોય છે. તે નાનામાં નાની વસ્તુઓથી બની શકે છે અને બગડી પણ શકે છે. આથી ખુબ જરૂરી હોય છે કે પતિ અને પત્ની પોતાના શબ્દો અને કાર્યની પસંદગી ખુબ જ સમજી વિચારીને કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને એ મહિલાોએ આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ જે મજાકનો સહારો લઈને પોતાના દિલમાં દબાયેલી વાતોને જાહેર કરે છે. ભલે તમારી ભડાશ કાઢવા માટે તમને રીત ખુબ સારી લાગતી હોય પરંતુ વાસ્તવમાં આમ કરવું એ તમારા પતિ સાથેના તમારા સંબંધને નબળા કરે છે. આવામાં અહીં અમે પતિ અને પત્નીના સંબંધને મજબૂત બનાવી રાખવા માટે કેટલીક એવી વાતો જણાવીશું જે એક પત્નીએ તેના પતિને મજાકમાં પણ ન કહેવી જોઈએ. 


1. મારી માતા તમારા માટે સાચુ કહે છે
એમાં કોઈ બેમત નથી કે દરેક છોકરી લગ્ન બાદ પોતાના સાસરિયાવાળા અને પતિ સાથે પોતાના સંબંધની ચર્ચા માતાને કરતી હોય છે. પરંતુ એ વાતને બધાની સામે ઉજાગર કરવી એ સંબંધ ખરાબ કરવાનું કામ કરે છે. ખાસ કરીને જો તમારી માતાએ તમારા પતિના વ્યવહારને લઈને કઈક ખરાબ કહ્યું હોય તો તેને ક્યારેક પતિને મજાકમાં પણ ન કહેવું જોઈએ. 


2. આજ સુધી કોઈ મોંઘી વસ્તુ નથી અપાવી
દરેક પુરુષ એવી કોશિશ કરે છે કે તે તેની પત્ની અને બાળકોને એક સારું જીવન આપી શકે. આવામાં લાખ મહેનત કરવા છતાં તેને જ્યારે તેની પત્ની પાસેથી એ સાંભળવા મળે કે તમે મને આજ સુધી કોઈ મોંઘી વસ્તુ નથી અપાવી, મોંઘા રેસ્ટોરન્ટમાં ખાવાનું નથી ખવડાવ્યું તો તે ક્યાંકને ક્યાંક તૂટી જાય છે. અનેકવાર તે તેની પત્નીની આ ફરિયાદને દૂર કરવા હેતુથી ખોટા  કામમાં પણ ફસાઈ જાય છે. 


3. કોઈ બીજા સાથે લગ્ન કરત તો રાણી બનાવીને રાખત
અનેકરવાર મહિલા પાર્ટનરને પોતાનું મહત્વ દર્શાવવા માટે એવું ઉદાહરણ આપે છે જે પુરુષો મજાકમાં પણ સાંભળવાનું પસંદ કરતા નથી. આવામાં જો તમે છાશવારે પતિને એમ બોલો કે તેમની સાથે લગ્ન કરીને ભૂલ કરી નાખી કે કોઈ બીજા સાથે લગ્ન કરીને ખુશ રહેત તો તરત આવું કહેવાનું બંધ કરી દેજો. 


4. તમારો આખો પરિવાર જ આવો છે
બની શકે કે તમે સાસરિયાવાળાથી બહુ ખુશ ન હોવ પરંતુ મજાકમાં કે પછી દરેક વાતમાં આવું પતિને કહ્યાં કરવું કે તમારો પરિવાર જ આવો છે...એ ખોટું છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવાર વિશે ખરાબ સાંભળવાનું પસંદ કરતો નથી. ખાસ કરીને જ્યારે તમે આ વારંવાર દોહરાવો. આ એક ચીજ તમારા સંબંધને પોકળ બનાવી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube