Relationship Trends Of 2024: વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Relationship Trends Of 2024: કપડામાં જેમ અલગ અલગ પ્રકારના કપડાનો ટ્રેન્ડ હોય તેમ રિલેશનશિપમાં પણ અલગ અલગ ટ્રેન્ડ આ વર્ષમાં જોવા મળ્યા. તો ચાલો તમને જણાવ્યા વર્ષ 2024 માં રિલેશનશિપના કયા કયા ટ્રેન્ડ ચર્ચામાં રહ્યા.
Relationship Trends Of 2024: છેલ્લે કેટલાક સમયથી લોકોની લાઈફસ્ટાઈલમાં જ નહીં પરંતુ રિલેશનશિપ સ્ટેટસમાં પણ ઘણા બધા ફેરફાર થયા છે. ખાસ કરીને વર્ષ 2024 ની વાત કરીએ તો આ વર્ષમાં રિલેશનશિપમાં પણ અલગ અલગ ટ્રેન્ડ જોવા મળ્યા. પહેલા એવો સમય હતો જ્યારે પ્રેમ અને લગ્ન રિલેશનશિપમાં બે જ વાત આવતી. પરંતુ હવે રિલેશનશિપની બાબતમાં યુવાનો ક્લિયર સ્ટેટસ ધરાવે છે. તો ચાલો તમને જણાવ્યા વર્ષ 2024 માં રિલેશનશિપના કયા કયા ટ્રેન્ડ ચર્ચામાં રહ્યા.
આ પણ વાંચો: Move On: જૂની વાતોને ભુલી જીવનમાં આગળ વધવું છે ? તો આ 4 અસરદાર ફોર્મ્યુલા કરશે મદદ
લવ બોમ્બિંગ
આ પ્રકારના રિલેશનશિપમાં પાર્ટનર એક સમયે પોતાના પાર્ટનર પર એટલો પ્રેમ દર્શાવે છે કે સામેની વ્યક્તિ તેને આધીન થઈ જાય પરંતુ એક સમય પછી અચાનક જ પ્રેમ આપવાનું બંધ કરી દે છે. આ ટોક્સિક રિલેશનશિપ હોય છે. જેમાં એક પાર્ટનર બીજા પાર્ટનરને પ્રેમ માટે તડપતા જોવા માંગે છે.
થ્રોનિંગ
આ પ્રકારના રિલેશનશિપમાં એક પાર્ટનર બીજા પાર્ટનર વિશે ખૂબ મોટી મોટી વાતો કરે છે. જેમ રાજા હોય તેમ વાતો કરે છે. આવું ત્યારે કરવામાં આવે છે જ્યારે પાર્ટનર સોસાયટીમાં કે પોતાની આસપાસમાં લોકો વચ્ચે પોતાના રિલેશનશિપને ખાસ બનાવવા માંગે છે.
આ પણ વાંચો: મગજમાં આવતા નકામા વિચારને બહાર ફેંકવાની ટેકનિક શીખી લો, 2025 માં રહેશો ખુશખુશાલ
સોફ્ટ લોન્ચ
રિલેશન સંબંધિત આ ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર વાયરલ છે. રિલેશનશિપને લોકો સોશિયલ મીડિયા પર અનાઉન્સ કરે છે. પરંતુ તે સોશિયલ મીડિયા પર પાર્ટનરનો ફેસ રિવિલ કરતા નથી. પાર્ટનર સાથેના ફોટા પણ અપલોડ કરવામાં આવે તો તેનો ફેસ ન દેખાય તે રીતે શેર કરવામાં આવે છે.
બેચિંગ
આ એવા પ્રકારનો રિલેશનશિપ છે જેમાં એક વ્યક્તિ કોઈ વ્યક્તિ સાથે ઇન્વોલ્વ હોય છે. તે એક વ્યક્તિને પોતાના પાર્ટનર તરીકે સમય પણ આપે છે અને તેના પ્રત્યે કમિટેડ છે તેવું દેખાડે પણ છે પરંતુ તેની સાથે તે બીજા વ્યક્તિને પણ બેકઅપ તરીકે ફ્લર્ટી મેસેજ કરીને તેની સાથે રિલેશન રાખે છે.
આ પણ વાંચો: પતિનું લફરું હોય તો શું કરે પત્ની? એક્સ્ટ્રા મેરિટલ અફેર સંબંધિત આ કાયદાઓ વિશે જાણો
કુશનિંગ
એક વ્યક્તિ જે પહેલાથી જ રિલેશનશિપમાં હોય તે અન્ય વ્યક્તિ સાથે પણ રોમેન્ટિક ઇન્ટરેસ્ટ રાખે અને બીજાને પણ સમય આપે અને ફ્લર્ટ કરે તેને કુશનિંગ કહેવાય છે. ટૂંકમાં કહીએ તો એક વ્યક્તિ સાથે રિલેશનશિપમાં હોવા છતાં તે બેકઅપ તરીકે બીજો ઓપ્શન તૈયાર રાખે છે.
નેનો શીપ
નામ પરથી જ ખબર પડી જાય છે કે આ પ્રકારના રિલેશન છે લાંબા સમય માટે નથી હોતા. આજના સમયમાં યુવાઓ આ રિલેશનશિપ ટ્રેન્ડને વધારે ફોલો કરે છે. આ પ્રકારના રિલેશનશિપમાં બે લોકો પહેલાથી જ ક્લિયર હોય છે કે તેઓ લાંબા સમય સુધી સાથે નથી રહેવાના જ્યાં સુધી સાથે છે ત્યાં સુધી તેઓ એકબીજાથી કંપની એન્જોય કરે છે. જ્યારે એકબીજાનો સાથ ગમતો નથી તો તેઓ સંબંધ પુરા કરી દે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)