How To Maintain Husband-Wife Relations: લગ્ન દરેકના જીવનની બીજી ઈનિંગ હોય છે અને પછી સ્થિતિ તેવી રહેતી નથી જેવી પહેલા હોય છે. દરેકની ઈચ્છા હોય છે લગ્ન બાદ તેની પત્ની ખુશ રહે, પરંતુ ઘણીવાર બંને કે કોઈ એક વ્યક્તિની ભૂલને કારણે લગ્ન જીવન તબાહ થઈ જાય છે. લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે નાના-નાના ઝઘડા થવા સામાન્ય વાત છે, જેમાં ભૂલ ગમે તેની હોઈ શકે છે, પરંતુ જરુરી નથી કે દર વખતે ભૂલ પતિની હોય. ઘણીવાર પત્ની પણ એવી હરકતો કરે છે જેનાથી સંબંધ ખરાબ થઈ શકે છે. આવો નજર કરીએ એક પત્ની તરીકે મહિલાઓએ પતિની સાથે કયાં પ્રકારનું વર્તન ન કરવું જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પત્ની આ આદતોને બદલે
1. દરેક વાત પર શંકા કરવી

વિશ્વાસ કોઈપણ સંબંધનો મજબૂત આધાર હોય છે અને પતિ-પત્નીના સંબંધમાં તે ખુબ જરૂરી છે, કારણ કે આ સંબંધ જીવનભરનો હોય છે. ઘણીવાર એવી સ્થિતિ આવે છે જ્યારે પત્નીને પોતાના પતિ પર શંકા જાય છે. જેમ કોઈ મહિલા મિત્ર કે કલીગ સાથે વાત કરવી કે મિત્રો સાથે મજાક કરવી વગેરે. તે માટે ઘણી મહિલાઓ પોતાના પતિનો ફોન ચેક કરે છે કે પછી તેનો પીછો કરવામાં પણ સંકોચ કરતી નથી. જ્યારે પતિ કોઈ અફેરમાં ન હોય અને તમે શંકા કરી રહ્યાં છો તો તમે પતિના વિશ્વાસનું અપમાન કરી રહ્યાં છો. મહિલાઓએ આ આદત છોડી દેવી જોઈએ.


2. વધુ પડતી ડિમાન્ડ કરવી
લગ્ન બાદ પત્ની પોતાના પતિને કિંગની જેમ ટ્રીટ કરે છે, જે ખોટું નથી. પરંતુ ક્યારેક તે હદ કરતા વધુ ડિમાન્ડ કરે છે તો બંનેનો સંબંધ ખરાબ થઈ શકે છે અને કપલ્સ વચ્ચે ચિંતા વધવી વ્યાજબી છે. તમારે તે જોવું પડશે કે તેની નાણાકીય સ્થિતિ કેવી છે અને તે ભવિષ્ય માટે કેટલી બચત કરી રહ્યો છે. તે પ્રમાણે ખર્ચ કરી શકશો.


3. પતિની કોઈ સાથે તુલના કરવી
હંમેશા જોવા મળે છે કે કેટલીક પત્નીઓ પોતાના પતિની પરિવારજન કે કોઈ બહારના વ્યક્તિ સાથે તુલના કરે છે. પતિને આ આદત પસંદ નથી અને ખુદના સંબંધમાં વિવાદ થઈ શકે છે. પત્નીની આ હરકત પતિના ઇગોને હર્ટ કરે છે, કારણ કે પુરૂષ તે પસંદ કરતા નથી કે પત્ની તેની તુલના કોઈ અન્ય વ્યક્તિ સાથે કરે. પત્નીએ તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે દરેક વ્યક્તિ અલગ હોય છે. તેવામાં બીજો વ્યક્તિ ગમે એટલો સારો હોય પરંતુ તે પતિની જગ્યા લઈ શકે નહીં.