Blind Date: બ્લાઇન્ડ ડેટ યુવતીઓ માટે ખતરનાક, ડેટ પર જતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
Blind Date: કેટલાક કારણો છે જેના કારણે યુવતીઓએ બ્લાઇન્ડ ડેટનો એક્સપેરિમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. આજે તમને ત્રણ આવા કારણ વિશે જણાવીએ.
Blind Date: મોર્ડન સમયમાં ડેટિંગને લઈને યુવક-યુવતીઓના વિચાર ખૂબ જ બદલી ગયા છે. યુવાઓમાં બ્લાઇન્ડ ડેટનો ક્રેઝ વધી રહ્યો છે. ડેટિંગ એપ્લિકેશન હોય કે સોશિયલ મીડિયા લોકો એકબીજાને અંગત રીતે સારી રીતે ન ઓળખતા હોય તેમ છતાં ડેટ પર જવાનો નિર્ણય કરી લે છે. આ અનુભવ કેટલીક વખત ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને આ રીતે સંપર્કમાં આવેલા વ્યક્તિ સાથે ડેટમાં જવું યુવતીઓ માટે જોખમી છે. કેટલાક કારણો છે જેના કારણે યુવતીઓએ બ્લાઇન્ડ ડેટનો એક્સપેરિમેન્ટ કરવાનું ટાળવું જોઈએ. આજે તમને ત્રણ આવા કારણ વિશે જણાવીએ.
આ પણ વાંચો: Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
સેફટી પર જોખમ
બ્લાઇન્ડ ડેટ પર જનારી યુક્તિઓની સેફટી જોખમમાં મુકાઈ જાય છે. કારણકે યુવતી એવા વ્યક્તિને મળવા જઈ રહી હોય છે જેના વિશે તેને ખૂબ જ ઓછી જાણકારી હોય છે. યુવતી તે વ્યક્તિના ઈરાદા વિશે અંદાજ પણ લગાવી શકતી નથી. સોશિયલ મીડિયા પર ઘણી વખત નકલી પ્રોફાઈલ પણ હોય છે જે યુવતી માટે જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: Honeymoon: શરમાળ સ્વભાવ હનીમૂનની મજા બગાડશે, શરમ છોડી હનીમૂન માણવા કરો આ કામ
હેરેસમેન્ટ
બ્લાઇન્ડ ડેટ પર સૌથી મોટું જોખમ હેરેસમેન્ટ કે પછી ડેટ રેપનું હોય છે. યુવતીઓને એ વાતનો અંદાજ ઓનલાઇન ચેટિંગ દરમિયાન આવતું નથી કે સામેની વ્યક્તિ ભરોસાપાત્ર છે કે નહીં. ઘણી વખત યુવતીઓ માટે બ્લાઇન્ડ ડેટ ભયંકર અનુભવ બની જાય છે કારણ કે તેઓ શારીરિક અને માનસિક હેરેસમેન્ટનો શિકાર થઈ જાય છે. ઘણી વખત યુવતીઓના પર્સનલ ફોટો લઈને તેમને બ્લેકમેલ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો:Positive Parenting: બાળકની સામે માતાપિતાએ ન કરવા આ 5 કામ, ખરાબ વાતો શીખવા લાગશે બાળક
સાઇબર ક્રાઇમ
ડેટિંગ એપ વડે જે બ્લાઇન્ડ ડેટિંગ થતું હોય છે તેમાં સાયબર ક્રાઈમનું જોખમ પણ વધારે હોય છે. નકલી પ્રોફાઈલ બનાવીને યુવકો યુવતીઓની અંગત જાણકારી ફોટો વિડિયો સહિતની સામગ્રી મેળવી લે છે અને પછી તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે.
આ પણ વાંચો:Extramarital Affair: પત્ની સાથે ભૂલથી પણ ન કરો આ 8 કામ, બીજા સાથે ચાલુ કરી દેશે અફેર
બ્લાઇન્ડ ડેટ પર જવું કે નહીં તે કોઈપણ યુવતીનો અંગત નિર્ણય હોય છે. પરંતુ યુવતીઓએ પોતાની સેફટી વિશે સતત રહેવું જરૂરી છે. ઓનલાઇન સંપર્કમાં આવેલી વ્યક્તિના બેગ્રાઉન્ડ વિશે અને તેના મિત્રો તેમજ પરિવાર વિશે પૂરતી જાણકારી મળ્યા પછી જ તેને એકલામાં મળવાનું પસંદ કરવું જોઈએ. આ ઉપરાંત જ્યારે પહેલી વખત કોઈને મળો તો પબ્લિક પ્લેસ જ પસંદ કરવી જોઈએ. જ્યારે પણ તમે કોઈને મળવા જાઓ છો ત્યારે પોતાનું લોકેશન કોઈ નજીકની વ્યક્તિને ખાસ શેર કરી દેવું જેથી સુરક્ષા પર કોઈ જોખમ ઊભું ન થાય.