પતિ પારકી મહિલા પર લટ્ટું છે તે કેવી રીતે જાણશો? `લફરાબાજ` પતિના આ છે સંકેત
લગ્ન બાદ જીવન એક જ વ્યક્તિ સાથે વિતાવવાનું હોય છે. આવામાં એ ખુબ જરૂરી બને છે કે તે વ્યક્તિ એ લાયક હોય કે તેના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય. પરંતુ જો તે થોડા જ સમયમાં ગભરાઈને કે અન્ય કોઈ કારણસર સંબંધથી દૂર જઈ બહાર પોતાની ખુશી શોધવા લાગે તો પછી સાથે રહેવું ખુબ મુશ્કેલ બની જાય છે.
લગ્ન બાદ જીવન એક જ વ્યક્તિ સાથે વિતાવવાનું હોય છે. આવામાં એ ખુબ જરૂરી બને છે કે તે વ્યક્તિ એ લાયક હોય કે તેના પર પૂરેપૂરો ભરોસો મૂકી શકાય. પરંતુ જો તે થોડા જ સમયમાં ગભરાઈને કે અન્ય કોઈ કારણસર સંબંધથી દૂર જઈ બહાર પોતાની ખુશી શોધવા લાગે તો પછી સાથે રહેવું ખુબ મુશ્કેલ બની જાય છે. સંબંધો પરથી વિશ્વાસ ઉઠવા લાગે છે.
જો બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ વચ્ચે આ પરેશાની આવે તો સંબંધનો અંત લાવીને આગળ વધવું સરળ હોય છે. પરંતુ પતિ પત્ની વચ્ચે જો આવી સમસ્યા આવે તો તેનું સમાધાન એટલું સરળ હોતું નથી. લગ્ન બાદ અનેક મહિલાઓ ફક્ત ઘર અને બાળકોને સંભાળવામાં ખોવાઈ જાય છે. જેના કારણે પતિને પૂરી તક મળી જાય છે કે તે બહાર કોઈ પણ રોકટોક વગર પોતાની જીંદગી એન્જોય કરી શકે. આવામાં અનેક પુરુષો કોઈ પણ પરિણામ વિશે વિચાર્યા વગર લગ્નેત્તર સંબંધોમાં પણ બંધાઈ જાય છે.
આવામાં અમે તમને એવા કેટલાક સંકેતો વિશે જણાવીશું જેની મદદથી તમે તમારા પતિના અફેર અંગે સરળતાથી જાણી શકો. પરસ્પર વાતચીતથી સંબંધના ભવિષ્ય પર વિચાર કરી શકો છો.
દરેક ચીજ સિક્રેટ રાખવી
જીવનસાથી એક એવો વ્યક્તિ હોય છે જેની સાથે તમે સૌથી વધુ ખુલીને રહી શકો છો. પરંતુ અફેરમાં સામેલ પાર્ટનર આવું કરી શકતો નથી. તે પોતાના ફોન, લેપટોપના પાસવર્ડ સાથે પોતાના ઘરની બહરા જવાના કારણને પણ સિક્રેટ રાખતો હોય છે. જેથી કરીને તેની ચોરી પકડાય નહીં.
ઈમોશનલ અંતર બનાવી લેવું
લગ્નના સંબંધમાં બંધાયેલા પતિ પત્ની વચ્ચે ઈમોશનનો અંત આવી જવો એ બેવફાઈનું એક સામાન્ય સંકેત છે. મોટાભાગે અફેર ધરાવતા વ્યક્તિ પોતાના પાર્ટનર સાથે વાતચીત કરવામાં, એક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરવામાં ઓછો રસ દાખવે છે. આ ચીજોથી બચવા માટે તે પોતાના કામમાં બીઝી હોવાનું નાટક પણ કરે છે. આવામાં તમારે એ વિચારવાની જરૂર છે કે તમે આખરે છેલ્લે ક્યારે તમારા પતિ સાથે દિલ ખોલીને વાત કરી હતી. શું આ દરમિયાન તે તમારી વાત ધ્યાનથી સાંભળતા હતા કે નહીં.
ડેઈલી રૂટિનમાં ફેરફાર
જ્યારે કોઈ વ્યક્તિ કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તે પોતાની પસંદ ભૂલીને બીજાની પસંદથી ઢળવા લાગે છે. જેમાં કપડાં પહેરવાથી લઈને કસરત કરવા અને હેલ્ધી ખાવાનું, ઘરે ઓછું રોકાવવું જેવા ફેરફાર સામેલ હોઈ શકે છે. જો તમારા પતિની આદતોમાં પણ આ પ્રકારે અચાનક ફેરફાર થવા લાગે તો બની શકે કે તેને આ પ્રેરણા કોઈ સ્ત્રી તરફથી મળી રહી હોય. જો કે આ પરિણામ પર પહોંચતા પહેલા બરાબર ખાતરી કરવી જરૂરી છે.
કઈ પણ પૂછો તો ભડકી જવું
જ્યારે વ્યક્તિ કોઈ કામ ચોરીછૂપે કરે તો તેને હંમેશા પકડાઈ જવાનો ડર હોય છે. જેને છૂપાવવા માટે તે હંમેશા પોતાને બચાવવાની સ્થિતિમાં હોય છે. આવામાં જો તેને મજાકમાં પણ આ સંબંધે કઈ કહી દીધુ કે પૂછવામાં આવે તો તે ગુસ્સામાં ભડકી જાય છે. પોતાની ઈમાનદારી અને ત્યાગ વિશે જેટલું બની શકે તેટલા વધુ વખાણ કરવા લાગે છે. આવામાં જરૂરી છે કે જો તમારા પતિ પણ કોઈ અન્ય મહિલાના નામ પર સવાલ પૂછવા પર ભડકી જાય તો સતર્ક થઈ જજો.
રોમાન્સ કરવાથી બચવું
એકસ્ટ્રા મેરિટલ અફેર લગ્ન જીવનના રોમાન્સને પ્રભાવિત કરી શકે છે. મોટાભાગે અફેરમાં સામેલ પાર્ટનર પોતાના લોંગ ટર્મ પાર્ટનર સાથે સંબંધ બનાવવામાં ઓછો રસ દાખવવા લાગે છે. તેઓ હંમેશા રોમાન્સથી બચવાના બહાના શોધવા લાગે છે એટલે કે આ દરમિયાન તે વધારે પડતો રસ દાખવતા નથી. જો કે કેટલાક લોકો એવા પણ હોય છે કે અફેર બાદ જીવનસાથી સાથે પોતાના વ્યવહારથી વિપરિત રોમાન્સ કરવા લાગે છે. આવામાં તમારા પતિની પેટર્ન પર નજર રાખવી ખુબ જરૂરી હોય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube