આ સંકેતો જણાવે છે કે તમારો પાર્ટનર તમને ખરેખર પ્રેમ કરે છે કે માણે છે Situationship
Signs Situationship: રિલેશનશિપ, લીવ ઈન રિલેશનશિપ તો જૂના થઈ ગયા. હવે તો યુવાનોમાં સિચ્યુએશનશિપનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જો કે આવા સંબંધોનું કોઈ ભવિષ્ય નથી હોતું. સંબંધોમાં જ્યારે કોઈ એક પાર્ટનર તરફથી પણ આવી સ્થિતિ હોય ત્યારે કેટલાક સંકેતો મળે છે. સંબંધોમાં વ્યક્તિનું આવું વર્તન દર્શાવી દે છે કે તે ખરેખર તમને પ્રેમ કરે છે કે પછી સિચ્યુએશનશીપ માણે છે.
Signs Situationship: રિલેશનશિપ, લીવ ઈન રિલેશનશિપ તો જૂના થઈ ગયા. હવે તો યુવાનોમાં સિચ્યુએશનશિપનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે આ સિચ્યુએશનશીપ વળી શું છે? તો ચાલો સૌથી પહેલા સિચ્યુએશનશીપની સ્થિતિ સ્પષ્ટ કરી લઈએ. સિચ્યુએશનશીપ એટલે તમે કોઈ સાથે મિત્રતાથી આગળ વધ્યા છો પરંતુ બેમાંથી કોઈ પાર્ટનર રિલેશનશિપ માટે રેડી નથી તો તે સ્થિતિને સિચ્યુએશનશિપ કહેવાય છે. જો તમારો પાર્ટનર પણ તમને મિત્રથી વધારે સમજે પણ પાર્ટનર તરીકે ન સ્વીકારે તો સમજી લેવું કે તે તમારી સાથે સિચ્યુએશનશિપમાં છે. સંબંધોમાં જ્યારે કોઈ એક પાર્ટનર તરફથી પણ આવી સ્થિતિ હોય ત્યારે કેટલાક સંકેતો મળે છે. સંબંધોમાં વ્યક્તિનું આવું વર્તન દર્શાવી દે છે કે તે ખરેખર તમને પ્રેમ કરે છે કે પછી સિચ્યુએશનશીપ માણે છે.
સિચ્યુએશનશીપના લક્ષણો
આ પણ વાંચો:
મિત્રના પ્રેમમાં પડ્યા પછી પ્રપોઝ કરવામાં ડર લાગે છે? તો આ રીતે કરો પ્રેમનો ઈઝહાર
બ્રેકઅપ બાદ ડિપ્રેશનના કારણે નથી કરી શકતા મુવ ઓન ? આ 5 ટિપ્સ તમને કરશે મદદ
બેડરૂમમાં કપલ્સે કરવી ના જોઇએ આ ભૂલ, નહીંતર સુખી દાંપત્ય જીવન પડશે તિરાડ
1. જો તમે તમારા પાર્ટનરની એકદમ નજીક હોય પરંતુ તમારો પાર્ટનર તેની લાગણી અને સંબંધોના ભવિષ્યને લઈને ચર્ચા કરવાનું ટાળતો હોય તો તે સિચ્યુએશનશીપ ની નિશાની છે.
2. જો તમે અને તમારા પાર્ટનર લાંબા સમયથી એકબીજાની સાથે હોય અને બધું જ શેર કરતા હોય તેમ છતાં સંબંધોનો ઔપચારિક સ્વીકાર કરવાથી ડર લાગતો હોય તો તે પણ સિચ્યુએશનશીપ ની નિશાની છે.
3. જો તમારો પાર્ટનર મિત્રો કે સંબંધીઓની સામે તમને પાર્ટનર તરીકે સ્વીકારવાનું ટાળે તો સમજી લેવું કે તે સિચ્યુએશનશીપ ની નિશાની છે કારણ કે સિચ્યુએશનશીપમાં લોકો પોતાના સંબંધોને સાર્વજનિક કરવા ઈચ્છતા નથી.
4. જો તમારો પાર્ટનર એકલામાં તમને મહત્વ આપે પરંતુ અન્ય લોકોની સામે અજાણ્યા જેવું વર્તન કરે તો સમજી લેવું કે તમારું પાર્ટનર તમને પ્રેમ નથી કરતો પરંતુ સિચ્યુએશનશિપ માણે છે.
5. સિચ્યુએશનશિપમાં પાર્ટનર પોતાના સંબંધોને નામ નથી આપતો અને કોઈ પણ પ્રકારની જવાબદારી પણ નથી લેતા આવા સંબંધોનું કોઈ ભવિષ્ય પણ નથી હોતું.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)