Relationship Advice From Friends: દરેક વ્યક્તિના જીવનમાં એક મિત્ર તો એવો હોય જ છે જેની સાથે તે પોતાના સંબંધોની સમસ્યાને પણ ડિસ્કસ કરી શકે. જીવનમાં મિત્રોની જગ્યા ખૂબ જ ખાસ હોય છે તેની સાથે સારા ખરાબ દરેક અનુભવોને શેર કરી શકાય છે. પરંતુ વાત રિલેશનશિપની હોય તો શું મિત્રો પાસેથી સલાહ લેવી યોગ્ય રહે ? આ પ્રશ્નનો સીધો જવાબ છે ના.. નિષ્ણાંતોનું કહેવું છે કે લગ્ન કે રિલેશનશિપને લઈને મિત્રો પાસેથી પણ સલાહ લેવી નહીં. રિલેશનશિપને લઈને મિત્રોની સલાહ જીવનની મોટામાં મોટી ભૂલ પણ સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Relationship Tips: છોકરીઓને છોકરાના શરીરના કયા અંગો સૌથી વધુ આકર્ષક લાગે ?


કોઈપણ રિલેશનશિપ કે લગ્ન પરફેક્ટ હોતા નથી. દરેકના લગ્ન જીવન કે રિલેશનશિપમાં કોઈને કોઈ સમસ્યા રહેતી જ હોય છે. પરંતુ સફળ લગ્ન કે રિલેશનશિપ એ હોય છે જેમાં બે વ્યક્તિ એકબીજાની સાથે મળી વાતચીત કરીને સમસ્યાનું સમાધાન લાવે. જો સમસ્યાના સમયમાં બે વ્યક્તિની વચ્ચે ત્રીજી વ્યક્તિ આવે તો સંબંધમાં સ્થિતિ સુધરવાને બદલે ખરાબ પણ થઈ શકે છે. મિત્રો જે હંમેશા શુભચિંતક બનીને સલાહ આપે છે તેમની એડવાઇઝ પણ રિલેશનશિપ માટે જોખમી સાબિત થઈ શકે છે. તેથી આવી ભૂલ કરવાથી હંમેશા બચવું. 


રિલેશનશિપ ટિપ્સ મિત્રો પાસેથી ન લેવાના 4 કારણ 


આ પણ વાંચો: પાર્ટનરને રોજ 6 સેકન્ડ Kiss કરવાથી સંબંધ ગાઢ બને છે, કિસ કરવાના ફાયદા જાણી ચોંકી જશો


1. કેટલાક લોકો માટે લગ્નજીવન ખૂબ જ સંવેદનશીલ અને અંગત બાબત હોય છે. તેવામાં જો તમે પોતાના મિત્રો સાથે લગ્ન જીવનની સમસ્યા કે અન્ય બાબતો શેર કરો છો તો તેનાથી તમારા પાર્ટનરને ખરાબ પણ લાગી શકે છે. અંગત જીવનની વાતો ખાસમાં ખાસ મિત્રને પણ કરવી નહીં તેનાથી તમારા જીવન પર નકારાત્મક અસર પડશે. 


2. મિત્રો ઘણી વખત તમારી સમસ્યાને યોગ્ય રીતે સમજ્યા વિના કે પૂરી વાત જાણ્યા વિના તેનું સમાધાન પોતાની બુદ્ધિ અનુસાર આપી દેશે. જો તમે સમાધાન પર અમલ કરો તો તમારા સંબંધ પર જોખમ પણ ઊભું થાય. શક્ય છે કે તમારા મિત્રના રિલેશનશિપના એક્સપિરિયન્સ ખરાબ હોય અને તેના આધારે તે તમને જે ટિપ્સ આપે તે પણ યોગ્ય ન હોય. 


આ પણ વાંચો: Personal Space: રિલેશનશીપમાં હોવ કે લગ્ન થઈ ગયા હોય પર્સનલ સ્પેસ ખૂબ જ જરૂરી


3. જો તમે લગ્નજીવનની સમસ્યા તમારા મિત્રો સાથે શેર કરો છો તો તે તમારા પાર્ટનર પર સામાજિક દબાવ વધારી શકે છે. શક્ય છે કે તમારા મિત્રો તમારી અંગત જીવનની સમસ્યાઓ અન્ય સાથે ડિસ્કસ કરે જેના કારણે સામાજિક સ્તર પર તમારી પ્રતિષ્ઠા ખરાબ થઈ શકે છે. 


આ પણ વાંચો: Divorce: શા માટે ભારતમાં વધી રહ્યું છે છૂટાછેડાનું પ્રમાણ ? આ છે 5 સૌથી મોટા કારણો


4. સૌથી મહત્વનું છે કે તમારા સંબંધોમાં આવેલી સમસ્યાનું સમાધાન તમારા પાર્ટનર સાથે મળીને તમે જ લાવી શકો છો. તેવામાં જો તમે તમારા પાર્ટનરને બદલે તમારા મિત્રો સાથે ચર્ચા કરીને એવું વિચારો છો કે સમસ્યાનું સમાધાન મળી જશે તો પરિણામ તેનાથી વિપરીત પણ આવી શકે છે. તેથી મિત્રો સાથે ચર્ચા કરવાનું છોડી પોતાના પાર્ટનર સાથે ચર્ચા કરી સમસ્યાનું સમાધાન લાવો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)