Relationship Tips: લગ્ન પછી ક્યારેય ન કરો આ ભૂલ... મેરિડ કપલને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ આપી સલાહ
Relationship Tips: લગ્ન પછી નવ વિવાહિત કપલ કેટલી ભૂલ કરે છે જેની અસર લગ્નજીવન પર પણ થાય છે. આવી જ એક ભૂલ અંગે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ જણાવ્યું છે. સાનિયા મિર્ઝાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે માટે મેરીડ કપલને સલાહ આપતી જોવા મળે છે.
Relationship Tips: લગ્ન બે લોકો વચ્ચેનો પવિત્ર સંબંધ હોય છે જે પ્રેમ, વિશ્વાસ અને સન્માન પર આધારિત હોય છે. લગ્ન પછી કપલનું નવું જીવન શરૂ થાય છે અને આ જીવનમાં ઘણી વખત ઉતાર ચઢાવનો સામનો પણ કરવો પડે છે. જોકે લગ્ન પછી નવ વિવાહિત કપલ કેટલી ભૂલ કરે છે જેની અસર લગ્નજીવન પર પણ થાય છે. આવી જ એક ભૂલ અંગે ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ જણાવ્યું છે. સાનિયા મિર્ઝાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે માટે મેરીડ કપલને સલાહ આપતી જોવા મળે છે.
આ પણ વાંચો: લવ પાર્ટનરને પુછેલા આ 4 પ્રશ્નો તમારા સંબંધો પર પડશે ભારી, પુછવાની ભુલ ક્યારેય ન કરો
ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સુપરસ્ટાર વ્યક્તિત્વ છે. સાનિયા મિર્ઝાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરો પણ છે. પરંતુ લગ્નના 14 વર્ષ પછી સાનિયા મિર્ઝા અને શોએબ મલિક અલગ થઈ ગયા. શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડા લઈને ત્રીજા લગ્ન પણ કરી લીધા છે.
આ પણ વાંચો: બ્રેકઅપ એટલે ખુશીઓનો અંત નહીં... બ્રેકઅપ બાદ આ રીતે લાઈફને બનાવો વધુ સારી
તેવામાં હવે ઇન્ટરનેટ પર સાનિયા મિર્ઝાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે મેરિડ કપલ ને ખાસ સલાહ આપે છે. આ વિડીયો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અંકિતા સાહિગલે શેર કર્યો છે.
આ વીડિયોમાં સાનિયા મિર્ઝા જણાવે છે કે લગ્ન પછી પોતાને બદલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. જેવા તમે લગ્ન પહેલાં હતા તેવા જ લગ્ન પછી રહો. કારણકે તમારા પાર્ટનરે તમે જેવા હતા તેવા જ તમને પસંદ કર્યા છે.
આ પણ વાંચો: હસબન્ડ મટીરિયલ હોય છે આ 5 ગુણ ધરાવતા છોકરા, બોયફ્રેન્ડમાં હોય તો તુરંત બનાવી લો પતિ
લગ્ન પછી પોતાના પાર્ટનર માટે પોતાની જાતને બદલવી યોગ્ય નથી. જ્યારે તમે એક વખત સંબંધ માટે પોતાને બદલો છો તો પછી સતત બદલતા રહો છો. જેના કારણે તમે પોતે જ માનસિક રીતે પરેશાન રહેવા લાગો છો. તેથી ક્યારે લગ્ન પછી પોતાનામાં ફેરફાર કરવા જોઈએ નહીં.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)