વાસ્તુ શાસ્ત્રમાં શગુન શાસ્ત્રનું પણ ખુબ મહત્વ હોય છે. શગુન શાસ્ત્રમાં વ્યક્તિના નામ અને તેના જન્મની  તિથિ પર ખુબ ભાર મૂકાય છે. શગુન નિયમો મુજબ વ્યક્તિના નામનો પહેલો અક્ષર તેની લાઈફ પર તો પ્રભાવ પાડે જ છે પરંતુ સાથે સાથે પતિ કે પત્નીના જીવનમાં પણ ખુબ મહત્વ ધરાવે છે. આથી આજે અમે તમને જણાવીશું કે કયા અક્ષરોવાળા નામ હોય તેવા પતિ પત્ની માટે ભાગ્યશાળી ગણાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શગુન શાસ્ત્ર મુજબ જે પતિનું નામ 'અ' અને 'સ' અક્ષરથી શરૂ થાય તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. જો તમારા પતિનું નામ પણ આ અક્ષરથી શરૂ થાય તો તમે ખુબ  લકી છો. આ અક્ષરોના નામવાળા પતિ તેમની પત્નીઓને ખુબ સાચવે છે. 'અ' અને 'ક્ષ' અક્ષરો ઉપરાંત કયા અક્ષરોના નામવાળા પતિ પત્ની માટે શુભ હોય છે તે પણ ખાસ જાણો. 


'અ' અક્ષર
જે પત્નીઓના પતિના નામ 'અ' અક્ષરથી શરૂ થાય તે ખુબ  લકી હોય છે. કારણ કે જેના નામ અ અક્ષરથી શરૂ થાય તેઓ પત્નીની ખુબ કેર કરે છે. આ ઉપરાંત તેઓ તેમની પત્ની પાછળ પાગલ હોય છે. આ કારણે તેમની બધી ઈચ્છાઓ પૂરી કરે છે. ક્યારેય પત્નીનું દિલ દુખાવતા નથી. હંમેશા તેમની દરેક વાત માથે ચડાવે છે. 


રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનરની જગ્યાએ અપાઈ આ વસ્તુ, ખાતા જ 4 લોકો હોસ્પિટલમાં દાખલ


'મ' અક્ષર
'મ' અક્ષરથી જે પત્નીઓના પતિના નામ શરૂ થાય છે તેઓ પત્નીઓની દરેક વાત માને છે અને તેમને ખુશ રાખવાની દરેક સંભવ કોશિશ કરે છે. આ ઉપરાંત તેમને વાત વાત પર ટોકે પણ છે જેથી કરીને તેમનું એટેન્શન તેમને મળતું રહે. આથી જો તમારા પતિનું નામ  પરથી શરૂ થતું હોય તો તમે ખુબ લકી છો કારણ કે તેઓ જીવનમાં ક્યારેય તમને દગો નહીં કરે. 


'સ' અક્ષર
જે લોકોના નામ 'સ' અક્ષરથી શરૂ થાય તેઓ તેમની પત્નીને ખુબ પ્રેમ કરતા હોય છે. તેમના ચક્કરમાં પોતાના જીવન ઉપર પણ ક્યારેય ધ્યાન આપતા નથી. આ ઉપરાંત તેઓ તેમની પત્નીની મોજમસ્તીવાળી વાતોને પણ ખુબ પસંદ કરે છે. આથી તેઓ પત્નીના દરેક શોખ પૂરા કરે છે. 


લીલા તોરણે જાન રિટર્ન! સાત ફેરા ફરતા પહેલાં દુલ્હાએ કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી...


'ર' અક્ષર
ર અક્ષરવાળા પતિ તેમની પત્ની માટે પાગલ હોય છે. તેઓ પત્ની પર એટલા તે લટ્ટુ હોય છે કે તેમના ચક્કરમાં તેઓ તેમના પરિવારને પણ પાછળ છોડી દે છે પરંતુ તેમનું મન ક્યારેય દુભાવતા નથી. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube