Relationship Tips: આજકાલ આપણે બધાએ જોયું હશે કે ક્યારેક ક્યારેક પાક્કી મિત્રતાના સંબંધમાં પ્રેમનો અહેસાસ પૈદા થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ તમારી સાથે ઘણો બધો સમય વિતાવતી હોય, તો શક્ય છે કે તમારા હૃદય નજીક પહોંચી ગઈ હોય. અમુક સંકેત એવા હોય છે કે જે સ્પષ્ટ કરી નાંખે છે કે તે દોસ્તીથી આગળ વધીને તમને પોતાની જિંદગીનો ભાગ બનાવવા માંગતી હોય. આવો જાણીએ કે એવા અમુક બિહેવિયર જે આ વાત બાજુ સંકેત કરે છે કે તમારી ફિમેલ બેસ્ટ ફ્રેન્ડ તમને લાઈફ પાર્ટનર તરીકે જોવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. તમારા ફ્યૂચર પ્લાનમાં રસ દાખવે
જો તમારી બેસ્ટ ફ્રેન્ડ વારંવાર તમારા ફ્યૂચર પ્લાન વિશે સવાલ કરે છે, જેવા કે કરિયર, લગ્ન અને પરિવારને લઈને તો આ ઈશારો હોઈ શકે છે કે તે પોતાની જાતને તમારા ભવિષ્યનો ભાગ માનવા લાગી છે. આ પ્રકારની વાતો માત્ર દોસ્તી જ નહીં પરંતુ તમને લઈને પણ ચાહતનો ઈશારો કરે છે.


2. હંમેશાં તમને ઈમ્પ્રેસ કરવાની કોશિશ કરવું
જો તે તમારી સામે કંઈક ખાસ કરવાની કોશિશ કરે છે જેમ કે તમારા લુક્સ પર ધ્યાન આપવું, તમારી પસંદગીની ચીજો શીખવી, તો આ ઈશારો હોઈ શકે છે કે તે તમારી બાજુ આકર્ષિત થઈ રહી છે. તે ઈચ્છે છે કે તમે પણ તે નજરથી જોવો, ના કે માત્ર દોસ્તના રૂપમાં.


3. તમારી હાજરીમાં નર્વસ થવું
જો તમારી મિત્ર પહેલા ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવે છે, પરંતુ અચાનક તમારી આસપાસ નર્વસ અથવા શરમાળ થઈ જાય છે, તો તે સંકેત છે કે તે તમારા વિશે કંઈક વિશેષ અનુભવી રહી છે. આ તેની લાગણીઓની ઊંડી અસર દર્શાવે છે.


4. પ્રેમ ભર્યા નામોથી બોલાવવું
જો તે પોતાની દોસ્તીથી હટીને પ્રેમ ભર્યા નામોથી બોલાવવા લાગે, જેમ કે 'બેબી', 'જાનુ' વગેરે.. તો તે એક નિશાની હોઈ શકે છે કે તે તમારા તરફ વિશેષ રીતે આકર્ષાય છે. આ લાગણીઓ વ્યક્ત કરવાની એક રીત હોઈ શકે છે.


5. તમારી સાથે સમય પસાર કરવા બહાનું
જો તે હંમેશા તમારી સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરવાનો પ્રયાસ કરે છે અને અન્ય કોઈ સાથે આરામદાયક અનુભવ કરતી નથી, તો તે તમારી સાથે જીવનભર સંબંધ રાખવાની ઇચ્છા દર્શાવે છે.


6. તમારા રિલેશનશિપ સ્ટેટસ પર નજર રાખવી
જો બેસ્ટ ફ્રેન્ડ વારંવાર તમારા સંબંધ વિશે પૂછે છે અથવા જ્યારે તમે બીજી છોકરી વિશે વાત કરો છો ત્યારે ઈર્ષ્યા આવે છે, તો તે એક સંકેત હોઈ શકે છે કે તે તમને પોતાના માટે ઇચ્છે છે.