પતિને ઈશારા પર નચાવતી હોય છે આ રાશિની મહિલાઓ, મહારાણીની જેમ જીવે છે જીવન!
જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો કેટલીક રાશિઓ એવી છે જેની મહિલાઓ પતિને ઈશારા પર નચાવે છે. આ રાશિઓનો સ્વભાવ જ એવો હોય છે કે પતિ પર શાસન કરવું. એટલું નહીં આ રાશિની મહિલાઓ પતિ માટે ખુબ ભાગ્યશાળી પણ હોય છે. જાણો એવી કઈ રાશિ છે જેની મહિલાઓ પતિ પર રાજ કરે છે.
અનેક છોકરીઓ એવી જોવા મળે જે પોતાના પાર્ટનર પર હુકમ ચલાવતી હોય. ખાસ કરીને લગ્ન બાદ મહિલાઓ પોતાના પતિ પર રાજ કરવા માટે જાણીતી હોય છે. પરંતુ કેટલાક પતિ પણ હોય છે જે પત્ની પર રાજ કરતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો કેટલીક રાશિઓ એવી છે જેની મહિલાઓ પતિને ઈશારા પર નચાવે છે. આ રાશિઓનો સ્વભાવ જ એવો હોય છે કે પતિ પર શાસન કરવું. એટલું નહીં આ રાશિની મહિલાઓ પતિ માટે ખુબ ભાગ્યશાળી પણ હોય છે. જાણો એવી કઈ રાશિ છે જેની મહિલાઓ પતિ પર રાજ કરે છે.
મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળ છે. આ 12 રાશિઓમાં સૌથી પ્રથમ સ્થાન પર આવનારી રાશિ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિની છોકરીઓ પતિ માટે ખુબ ભાગ્યશાળી પણ હોય છે અને તેમના પર રાજ કરવામાં પણ કુશળ હોય છે. લોકો પર હુકમ ચલાવવા માટે આ રાશિની મહિલાઓ જાણીતી છે. લગ્ન પહેલા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ ઝેલવી પડે છે પરંતુ લગ્ન બાદ જીવન ખુશહાલીથી ભરાઈ જાય છે. પતિ માટે આ રાશિની મહિલાઓ ભાગ્યશાળી હોય છે.
સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. 12 રાશિઓમાં સિંહનું સ્થાન 5માં નંબરે છે. આ રાશિની મહિલાઓ નીડર હોય છે. નીડરતાથી જીવવાનું પસંદ કરે છે. પતિને સમજવાના મામલે સમજદાર કહેવાય છે. સાસરીયાવાળા સાથે યોગ્ય તાલમેળ રાખીને ચાલે છે. કોઈા દબાણમાં આવીને કામ કરવાનું પસંદ કરતી નથી.
ધનુ રાશિ
ધનુ રાશિનો સ્વામી ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ છે. 12 રાશિઓમાં તેનું સ્થાન નવમું છે. ધનુ રાશિની મહિલાઓ એક ગંભીર સ્વભાવવાળી હોય છે. સાસરીવાળા માટે એક સારી વહુ અને પતિ માટે એક સારી પત્નીની ભૂમિકા ભજવે છે. પરંતુ પતિ પર હુકૂમત ચલાવવા માટે પણ જાણીતી છે. હંમેશા પાર્ટનરનો સાથ નીભાવે છે અને જીવનસંગીનીની સાથે સાથે એક સારી દોસ્ત બનીને રહેવાનું પણ પસંદ કરે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)