Orgasm And Sex: કપલ્સ માટે સેક્સ કરવાનો કોઈ સમય ફિક્સ નથી હોતો. પરંતુ જો યોગ્ય સમયે સંબંધ બાંધવામાં આવે તો અનુભવ યાદગાર જરૂરથી બની શકે છે. મોટાભાગના કપલ શારીરિક સંબંધો રાત્રે જ બનાવે છે. જોકે સેક્સ માટે રાત પડે તેની રાહ જોવાની જરૂર હોતી નથી. જરૂર હોય છે એકબીજા પ્રત્યે એક્સાઈટમેન્ટ ફીલ કરવાની. ટૂંકમાં કહીએ તો સેક્સ દરમિયાન બંને પાર્ટનરને ચરમસુખનો અનુભવ થાય તે જરૂરી હોય છે. અને આ અનુભૂતિ માટે યોગ્ય સમયે સંબંધ બાંધવા જરૂરી હોય છે. આજે તમને એવી ટિપ્સ વિશે જણાવીએ જેને ફોલો કરીને તમે તમારા પાર્ટનરને દર વખતે ઓર્ગેઝમની અનુભૂતિ કરાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માસિક પહેલા


માસિકના થોડા દિવસ પહેલા મહિલાઓ સેક્સને લઈને એક્સાઇટેડ હોય છે. આ સમય શારીરિક સંબંધો માટે યોગ્ય હોય છે તેનું મુખ્ય કારણ હોય છે કે આ સમયે સ્ત્રી કુદરતી રીતે જ ઉત્તેજના અનુભવતી હોય છે. તેવામાં જો તમે શારીરિક સંબંધો બનાવો છો તો તેનો ભરપૂર આનંદ માણી શકો છો અને સાથે જ મહિલા પણ ઓર્ગેઝમ અનુભવે તેની શક્યતા વધી જાય છે.

આ પણ વાંચો:


આ 4 ગુણો ધરાવતી છોકરીઓને ક્યારેય નથી ભૂલતા પુરુષ, બને છે પહેલી પસંદ


Couple Life: જે યુવકમાં હોય આ ખુબી તેના પર યુવતીઓ થઈ જાય ઓળઘોળ, તમારામાં કેટલી છે?


કામસૂત્રની આ 4 ટીપ્સ કોઈપણ ઉંમરની વ્યક્તિની સેક્સ લાઈફને બનાવી શકે છે રોમાંચક


પાર્ટનરને ઈમોશનલ સપોર્ટની જરૂર હોય ત્યારે


આ સમય પણ સેક્સ કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે કારણ કે જ્યારે પાર્ટનર દુઃખી હોય અને તેને ઈમોશનલ સપોર્ટની જરૂર હોય અને તે સમયે સેક્સ કરવામાં આવે તો પાર્ટનર મેન્ટલી ખુશી અનુભવે છે. પાર્ટનરની દુઃખની લાગણી અને નેગેટિવિટી પોઝિટિવ વાઇબમાં બદલી જાય છે આ સમય દરમિયાન સેક્સ કરવાથી સારો અનુભવ થાય છે.


રજા હોય ત્યારે


જ્યારે રજા કે લોંગ વિકેન્ડ હોય ત્યારે મહિલાઓ પણ મેન્ટલી સ્ટ્રેસ ફ્રી હોય છે. કારણ કે તેમના મગજમાં કામનું કોઈ પ્રેશર હોતું નથી આ સમયે સેક્સ કરવાથી મૂડ વધારે સારો થાય છે અને બેડ પર પસાર કરવા માટે વધારે સમય પણ મળે છે. જેના કારણે ઓર્ગેઝનની અનુભૂતિ કરાવવી સરળ રહે છે. 


ઝઘડો થયા પછી સેક્સ


જો પાર્ટનર સાથે કોઈ બાબતે ઝઘડો થયો હોય અને ઝઘડો થયા પછી કપલ્સ એકબીજા સાથે શારીરિક સંબંધો બનાવે છે તો સંબંધમાં પેચ અપ પણ થઈ જાય છે અને કપલને ગજબનો અનુભવ થાય છે. ઝઘડા પછી જો બંને પાર્ટનર એગ્રેસીવ હોય તો ચરમ સુખ સુધી પહોંચવું સરળ થઈ જાય છે..


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)