NATO Dating: સિચુએશનશિપ પછી ડેટ કરવાની નવી રીત છે નાટો ડેટિંગ, કમિટમેંટની કોઈ ચિંતા જ નહીં...
Nato Dating: નાટો ડેટિંગનો અર્થ થાય છે નોટ એટેચ્ડ ટુ અન આઉટકમ.. એટલે કે લોકો કોઈ ખાસ પરિણામ કે ભવિષ્યની આશા રાખ્યા વિના માત્ર અનુભવ માટે ડેટિંગ કરે છે. આ પ્રકારની ડેટિંગમાં લોંગ ટાઈમ રિલેશન કે લગ્ન માટે દબાણ જેવી સ્થિતિ આવતી નથી.
Nato Dating: આજના સમયમાં દુનિયાભરના યુવાવર્ગમાં સંબંધો અને પ્રેમને લઈને વિચાર બદલી રહ્યા છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરવાને જીવનનું લક્ષ્ય માનતા હતા. પરંતુ નવી પેઢી જીવનભરના કમિટમેંટ પર વિશ્વાસ કરતી નથી. તેઓ અનુભવના આધારે ભવિષ્યનો નિર્ણય કરે છે.
આ પણ વાંચો: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂ
આ જ પરિવર્તનનુ પરિણામ છે ડેટિંગની નવી રીત નાટો. નાટો ડેટિંગ નવી પેઢીના લોકો સિચુએશનશિપ પછી અપનાવી રહ્યા છે. નવી જનરેશન કમિટમેંટથી બચવા માટે આ રીતને અપનાવી રહી છે. પહેલા એક સમય હતો જ્યારે કમિટમેંટ વિનાના સંબંધને ખરાબ માનવામાં આવતા પરંતુ હવે નવા નામ સાથે આ સંબંધોને પરિવાર પણ સ્વીકારી લે છે.
શું છે નાટો ડેટિંગ ?
આ પણ વાંચો: હનીમૂન ટ્રીપને યાદગાર બનાવવી હોય તો જાણી લો હનીમૂન દરમિયાન શું કરવું અને શું નહીં...
નાટો ડેટિંગનો અર્થ થાય છે નોટ એટેચ્ડ ટુ અન આઉટકમ.. એટલે કે લોકો કોઈ ખાસ પરિણામ કે ભવિષ્યની આશા રાખ્યા વિના માત્ર અનુભવ માટે ડેટિંગ કરે છે. આ પ્રકારની ડેટિંગમાં લોંગ ટાઈમ રિલેશન કે લગ્ન માટે દબાણ જેવી સ્થિતિ આવતી નથી.
ટિંડર જેવી ડેટિંગ એપ્સના રિપોર્ટ અનુસાર ભારતમાં 18 થી 25 વર્ષના યુવા સંબંધોને એક્સપ્લોર કરે છે. તેઓ કોઈપણ પ્રકારની અપેક્ષા અને સંબંધોના ભાર વિના લોકોને મળવા માંગે છે, તેમને જાણે છે. પહેલા ડેટિંગ પછી લગ્ન માટે ફોર્સ કરવામાં આવતો પરંતુ નાટો ડેટિંગમાં એવું નથી. આ ડેટિંગમાં લોકોને સમય મળે છે સંબંધોને સમજવાનો.
આ પણ વાંચો: પાર્ટનર તમારી સાથે કરે આવું વર્તન તો સમજી લેજો તમારી સાથે થઈ રહી છે માઈક્રો ચીટિંગ
નાટો ડેટિંગના ફાયદા અને નુકસાન
નાટો ડેટિંગના કેટલાક ફાયદા છે તો નુકસાન પણ છે. નવા લોકોને મળવામાં તમને સામાજિક દાયરો વધે છે, લોકોને મળવાની તક મળે છે. આત્મવિશ્વાસ પણ વધે છે. પરંતુ તેનાથી નુકસાન પણ થાય છે. તેમાં લાગણી હોવા છતા સંબંધ તુટવાનો ભય હોય છે. તેનાથી દુ:ખ પણ થાય છે. ગાઢ સંબંધની સંભાવના આ ડેટિંગમાં ઓછી થઈ જાય છે.