Open Marriage: આજના સમયમાં ઓપન મેરેજનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઓપન મેરેજ શબ્દ તમે પણ ઘણી વખત સાંભળ્યું હશે પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે આ કેટલી ખતરનાક વસ્તુ છે. ઓપન મેરેજની શરૂઆત હાઈ સોસાયટી કે અલ્ટ્રા રીચ લોકોમાં થઈ હતી. પરંતુ આજના સમયમાં મિડલ ક્લાસ કપલ પણ ઓપન મેરેજને ફોલો કરે છે. ભારતીય સમાજમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. તેવામાં આ ઓપન મેરેજનો કોન્સેપ્ટ શું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ અને સાથે જ જણાવીએ કે આ પ્રકારના લગ્નમાં કઈ સમસ્યા સૌથી વધુ નડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓપન મેરેજ એટલે શું ?


આ પણ વાંચો: Relationship: શા માટે મહિલાઓ પોતાનાથી અડધી ઉંમરના છોકરા તરફ આકર્ષિત થાય ? જાણો કારણ


ઓપન મેરેજમાં લગ્ન કરનાર કપલ એ વાતથી સહમત હોય કે બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ એક્સ્ટ્રા મેરિટલ અફેર કે રોમેન્ટિક અફેર રાખી શકે છે. તેને બેવફાઈ માનવામાં નહીં આવે. એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરની પરવાનગી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ઓપન મેરેજમાં આપવામાં આવે છે. બેમાંથી કોઈપણ વ્યક્તિ જો અફેર કરે તો તેનાથી બીજા પાર્ટનરને કોઈ જ સમસ્યા ન હોય. ટૂંકમાં કહીએ તો ઓપન મેરેજમાં પતિ ગર્લફ્રેન્ડ પણ રાખી શકે અને પત્ની બીજો બોયફ્રેન્ડ પણ બનાવી શકે. તેમની સાથે તેઓ ખુલ્લેઆમ લવ રિલેશનશિપ રોકટોક વિના પોતાના પાર્ટનરની સામે પણ ચલાવી શકે. 


ઓપન મેરેજના 5 સૌથી મોટા નુકસાન 


આ પણ વાંચો: બોલીવુડના આ 5 હીરોની પત્નીઓએ સ્વીકાર્યા તેમના અફેર, લફરાંની ખબર પડ્યા પછી આપ્યો સાથ


ડર


આ પ્રકારના લગ્નમાં છૂટ બધી જ મળતી હોય છે પરંતુ મનમાં હંમેશા ડર હોય છે. જેમકે ઓપન મેરેજ પછી જો બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડને તમારી ખરેખર ઈમોશનલ અટેચમેન્ટ થઈ જાય તો શું કરવું ? આ સિવાય ઓપન મેરેજને સમાજમાં માન્યતા મળતી નથી જેના કારણે મેન્ટલ હેલ્થ પર પણ અસર પડે છે.


ઈર્ષા 


ઓપન મેરેજમાં કપલ એકબીજાને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરવાની છૂટ આપે છે પરંતુ તેમ છતાં જીવનમાં એવી ક્ષણ તો આવે જ છે જ્યારે તેને ઈર્ષા થવા લાગે અને ઈન્સિક્યોરિટીની ભાવના વધી જાય. ઘણી વખત ઈર્ષા એટલી વધી જાય છે કે ઘરેલુ અપરાધનું કારણ બની જાય છે. 


આ પણ વાંચો: પત્ની સુંદર હોય તો પણ પરિણીત પુરુષો બીજાની પત્ની પર શા માટે લટ્ટુ હોય ? જાણો કારણ


યૌન રોગ 


સ્વાભાવિક વાત છે કે ઓપન મેરેજમાં વ્યક્તિ હોય તો તે એક કરતાં વધારે પાર્ટનર બનાવે છે. તેમની સાથે રોમેન્ટિક રિલેશન પણ ડેવલપ થાય છે. એક કરતાં વધારે પાર્ટનર સાથે યૌન સંબંધો બનાવવાથી યૌવ રોગ થવાનું જોખમ પણ વધી જાય છે. 


વધારે ખર્ચ 


ઓપન મેરેજ કરનાર વ્યક્તિને ખર્ચ પણ વધારે ભોગવવો પડે છે. જ્યારે લગ્ન સિવાય પણ કોઈ પાર્ટનર રાખેલા હોય તો તેના રિલેશનશિપને મેન્ટેન કરવા માટે પણ ખર્ચ કરવો પડે છે. ઓપન મેરેજમાં હોવા છતાં જો ગર્લફ્રેન્ડ હોય તો તેની સાથે ડેટિંગ, ગીફ્ટિંગ કે હોલીડે પર જવાનો ખર્ચ પણ કરવો પડે છે. 


આ પણ વાંચો: લગ્નના વર્ષો પછી પણ સંબંધોમાં જળવાઈ રહેશે પહેલા જેવો રોમાંચ, બસ 3 વાતોને રાખો યાદ


બાળકો પર સૌથી ખરાબ અસર 


જો માતા-પિતા ઓપન મેરેજમાં હોય તો બાળકો માટે તે સૌથી ખરાબ છે. બાળકોને સમાજમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે જેના કારણે બાળકોની મેન્ટલ હેલ્થ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. આ સિવાય બાળકો પેરેન્ટ્સની રિસ્પેક્ટ પણ કરતા નથી. સૌથી ખરાબ બાબત એ છે કે માતા-પિતાની ખરાબ આદતને બાળક પણ ફ્યુચરમાં ફોલો કરે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)