Relationship Tips: આકર્ષણ અને દેખાવને લઈને દરેક વ્યક્તિનો પોતાનો મત હોય છે. યુવતીઓ મોટાભાગે એ યુવક તરફ ઝડપથી આકર્ષિત થાય છે જેમની પર્સનાલિટી, વ્યવહાર, આત્મવિશ્વાસ સારો હોય. આ સિવાય યુવતીઓને યુવકોના શરીરના કેટલાક અંગો સૌથી વધુ એટ્રેક્ટ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે યુવકોના કેટલાક અંગ યુવતીઓને વિશેષ રીતે આકર્ષક લાગે છે. આજે તમને જણાવીએ યુવકના શરીરના એ કયા અંગ છે જેનાથી યુવતી વધારે પ્રભાવિત થાય છે. 


આ પણ વાંચો: Relationship Tips: આવી આદતો ધરાવતી બહેનપણી બને છે લગ્નજીવન માટે સૌથી મોટો ખતરો


મજબૂત છાતી અને ખભા


યુવકની પહોળી છાતી અને મજબૂત ખભા યુવતીઓને આકર્ષે છે. છાતી અને મજબૂત ખભાને મર્દાનગી અને શક્તિ સાથે જોડીને જોવામાં આવે છે. આ બંને વાત યુવતીઓ માટે મહત્વપૂર્ણ હોય છે. આ અંગો પુરુષની શારીરિક શક્તિ દેખાડે છે.


સ્માઈલ


હોઠ પરનું સ્મિત યુવતીને આકર્ષક લાગે છે. એક સ્માઈલ યુવકની પર્સનાલિટીને બદલી શકે છે. યુવતીઓ સ્માઈલથી પણ પ્રભાવિત થતી હોય છે. સારી સ્માઈલ આત્મવિશ્વા, મિત્રતા અને પોઝિટિવ એનર્જીનું પ્રતીક હોય છે. 


આ પણ વાંચો: Relationship Tips: શું તમારા લગ્નજીવનમાં સમસ્યાઓ છે? તો આ ટીપ્સ છે સમસ્યાનું સમાધાન


આંખ


આંખ એવું અંગ છે જે યુવતીઓને સૌથી વધુ આકર્ષે છે. લાગણીસભર આંખો યુવતીઓને પસંદ આવે છે. આંખમાં ઈમાનદારી, ઈમોસન અને સંવેદનશીલતા જોવા મળે છે. બોલ્યા વિના કોઈ વાત સમજાવવી હોય તો આંખ કરી શકે છે. 


જોલાઈન


યુવકની મજબૂત અને શાર્પ જોલાઈન યુવતીઓને આકર્ષે છે. સ્પષ્ટ અને શાર્પ જોલાઈન યુવકોના ચહેરાને વધારે મર્દાના અને આકર્ષક બનાવે છે. 


આ પણ વાંચો: સુખી લગ્નજીવનને બરબાદ કરી શકે છે ઈમોશન અફેર, જાણો કેવી રીતે બહાર આવવું અફેરમાંથી


બાઈસેપ્સ


યુવતીઓ યુવકોના મજબૂત હાથ અને તેની પકડ આકર્ષક લાગે છે. હાથનો સ્પર્શ, તેની મજબૂતી યુવતીને સુરક્ષાની લાગણીનો અનુભવ કરાવે છે. બાઈસેપ્સ યુવક પોતાના શરીર પ્રત્યે કેટલો સજાગ છે તે પણ દર્શાવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)