સંબંધોમાં વિશ્વાસ અને પ્રમાણિકતા ખુબ મહત્વ ધરાવે છે. તેના ઉપર જ પ્રેમનો સંબંધ ટકેલો હોય છે. પરંતુ જ્યારે આ જ ભરોસો તૂટે છે તો દિલ તૂટવાની સાથે સાથે અનેક સવાલો પણ ઊભા થાય છે. ખાસ કરીને જ્યારે પુરુષોની ચિટિંગનો પ્રશ્ન આવે તો તો તે સવાલ વધુ મોટો બનતો હોય છે કે આખરે આવું કેમ કરે છે? સમાજમાં એવી ધારણા ઊભી થઈ છે કે પુરુષો સ્વભાવથી વધુ ચીટ કરે છે, પરંતુ તેની પાછળ અનેક ચોંકાવનારા કારણો જવાબદાર હોય છે જેને મોટાભાગે નજર અંદાજ કરવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેકવાર આ ફક્ત આકર્ષણ કે નવી શરૂઆતની ઈચ્છા નથી હોતું. પરંતુ તેની પાછળ કેટલાક મનોવૈજ્ઞાનિક અને ઈમોશનલ કારણો છૂપાયેલા હોય છે. જે તમને ચોંકાવી શકે છે. આ લેખમાં અમે તમને પુરુષોના પાર્ટનરને ચીટ કરવા પાછળના એવા 5 કારણો વિશે જણાવીશું જેને જાણીને તમે દંગ રહી જશો. 


1.ઈમોશનલ અસંતોષ
અનેક પુરુષો જ્યારે પોતાના લગ્નજીવન કે પ્રેમ સંબંધોમાં ઈમોશનલ સંતોષ મેળવી શકતા નથી તો તેઓ બહાર કોઈ અન્ય સાથે જોડાવવાની કોશિશ કરે છે. તેનું કારણ એ હોઈ શકે કે તેઓ પોતાના સાથી સાથે ઈમોશનલ કનેક્શન મહેસૂસ કરી શકતા ન હોય જેને તેઓ ક્યાંક બીજે શોધવા માટે મથે છે. 


2. આત્મ સન્માનમાં કમી
કેટલાક પુરુષો માટે દગો દેવો એક પ્રકારે પોતાના આત્મ સન્માનને વધારવાનો પ્રયત્ન જેવું હોય છે. જ્યારે તેઓ પોતાને સફળ, એટ્રેક્ટિવ કે કાબિલ મહેસૂસ ન કરતા હોય તો તેઓ બીજા કોઈ સાથે જોડાઈને પોતાની 'મર્દાનગી'ને સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. 


3. ઉત્તેજનાની શોધ
પુરુષો દગો કરે છે કારણ કે તેમને પોતાના વર્તમાન સંબંધમાં ઉત્તેજનાની કમી મહેસૂસ થાય છે. એક નવો સંબંધ કે નવી વ્યક્તિ તેમના જીવનમાં નવી એનર્જી અને ઉત્સાહ લઈને આવે છે જે તેમને લાગે છે કે તેમના રૂટીનથી જાણે ગાયબ થઈ ગયા છે. 


4. તક સાધુ
અનેકવાર પુરુષોનું ચીટ કરવા પાછળનું કારણ એક માત્ર એક તક હોય છે. જો તેમને આવી કોઈ તક મળી જાય, જ્યાં તેમને પોતે ચીટ કરે છે તેનો અહેસાસ ન થાય કે પકડાવવાનો ડર ન હોય, તો તેઓ તેનો લાભ ઉઠાવવાથી  ચૂકતા નથી. 


5. સેક્સ્યુઅલ ડાયવર્સિટીની ઈચ્છા
અનેક પુરુષો એક જ સાથી સાથે શારીરિક સંબંધ બાંધીને જાણે કંટાળી જાય છે અને તેમને નવી સેક્સ્યુઅલ ડાયવર્સિટીની ઈચ્છા હોય છે. આ શારીરિક આકર્ષણના આધાર પર હોય છે. જેનાથી તેઓ પોતાના હાલના સંબંધને ડિસ્ટર્બ કર્યા વગર, બહાર કોઈ અન્ય સાથે સંબંધ બનાવવા તરફ અગ્રેસર હોય છે. 


દગો કરવા પાછળ આ ચોંકાવનારા કારણો હોઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ યોગ્ય છે. સંબંધોમાં ઈમાનદારી અને ખુલ્લી વાતચીત જરૂરી હોય છે. જોઈ કોઈ વ્યક્તિ આ ભાવનાઓમાંથી પસાર થઈ રહ્યા હોય તો તેમણે ચીટ કરવાનું વિચારવાની જગ્યાએ પોતાના સાથી સાથે વાત કરીને સમાધાન શોધવાની કોશિશ કરવી જોઈએ.