પતિ-બોયફ્રેન્ડ હોવા છતાં 50% યુવતીઓ રાખે છે બેકઅપ પાર્ટનર, શું આ યોગ્ય છે?
Study: બેકઅપ પ્લાન લાઈફમાં રાખવો એ સારી વાત છે. પરંતુ રિલેશનશીપમાં જ્યારે કોઈ બેકઅપ પ્લાન લઈને જીવતું હોય તો શું કહી શકાય? સાંભળવામાં વિચિત્ર લાગે પરંતુ યુકેમાં થયેલા એક સર્વેનું માનીએ તો લગભગ 50 ટકા મહિલાઓ સંબંધમાં રહેવા છતાં બેકઅપ પાર્ટનર રાખે છે.
બેકઅપ પ્લાન લાઈફમાં રાખવો એ સારી વાત છે. પરંતુ રિલેશનશીપમાં જ્યારે કોઈ બેકઅપ પ્લાન લઈને જીવતું હોય તો શું કહી શકાય? સાંભળવામાં વિચિત્ર લાગે પરંતુ યુકેમાં થયેલા એક સર્વેનું માનીએ તો લગભગ 50 ટકા મહિલાઓ સંબંધમાં રહેવા છતાં બેકઅપ પાર્ટનર રાખે છે. વાત જાણે એમ છે કે ઓનલાઈન અને મોબાઈલ પોલિંગમાં સ્પેશિયલાઈઝડ માર્કેટિંગ રિસર્ચ કંપની વનપોલે યુકેની એક હજાર મહિલાઓને આ સર્વેમાં સામેલ કરી હતી. જેમાંથી 50 ટકા મહિલાઓનું માનવું છે કે તેઓ બેકઅપ પ્લાન કે પાર્ટનર રેડી રાખે છે.
આવું એટલા માટે કે જો તેમનો વર્તમાન સંબંધ ન ચાલે તો તેનાથી બ્રેકઅપ કરીને તેઓ બીજા પાર્ટનર પાસે જતી રહે છે. બેકઅપ પાર્ટનર રાખવાની વાત સ્વીકારનારી મોટાભાગી મહિલાઓએ સ્વીકાર્યું કે બેકઅપ પાર્ટનર તેમનો જૂનો મિત્ર હોય છે.
કોઈ પણ હોઈ શકે બેકઅપ પાર્ટનર
ભલે તમે બેકઅપ પાર્ટનર વિશે વધુ ન જાણતા હોવ પરંતુ સંબંધોની દુનિયામાં આ શબ્દ કઈ નવો નથી. યુકેમાં થયેલા એક સર્વેમાં સામેલ મહિલાઓએ પોતે જણાવ્યું છે કે તેમનો બેકઅપ પાર્ટનર કોઈ પણ હોઈ શકે છે. જેમ કે તેમનો ઓફિસનો સાથી, એક્સ હસબન્ડ, સ્કૂલ ફ્રેન્ડ કે પછી જીમ પાર્ટનર. મહિલા ફક્ત મુસીબતના સમયે તે વ્યક્તિને યાદ કરે છે જેની પાસે તે જઈ શકે છે. આ સર્વેમાં 10 ટકા મહિલાઓએ એવું પણ સ્વીકાર્યું કે તેમનો બેકઅપ પાર્ટનર તેમનો એક્સ પણ હોઈ શકે છે.
બેકઅપ પાર્ટનર કેમ પસંદ કરે છે
મહિલાઓ એ સ્થિતિમાં બેકઅપ પાર્ટનરની પસંદગી કરે છે જ્યારે તેમને એવું લાગે છે કે તેમનો હાલનો સંબંધ બગડી રહ્યો છે. આ દરમિયાન તેઓ કોઈ એવી વ્યક્તિ પાસે જવાનું પસંદ કરે છે જ્યાં તેમને ભાવનાત્મક સુરક્ષા મળી શકે. આવા સમયમાં બેકઅપ પાર્ટનર તે મહિલાઓ માટે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. બેકઅપ પાર્ટનર સાથે તે પોતાની સ્વતંત્રતા સાથે સમાધાન કર્યા વગર એક સારું જીવન વિતાવી શકે છે.
બેકઅપ પાર્ટનર હોવું યોગ્ય છે?
જે રીતે બેકઅપ પાર્ટનરનું ચલણ વધી રહ્યું છે તેને જોતા હવે એક એવો સવાલ પણ ઉઠવા લાગ્યો છે કે શું સંબંધમાં કહીને બેકઅપ પાર્ટનર રાખવો યોગ્ય છે ખરું? શું બેકઅપ પાર્ટનરનું હોવું એ પોતાના સાથીને દગો કરવા જેવું છે? જો કે આ સવાલ પર રિલેશનશીપ એક્સપર્ટ્સ અલગ અલગ મત આપે છે. પરંતુ સાચી વાત એ છે કે બેકઅપ પાર્ટનર હોવું એ કોઈ પણ સંબંધ માટે સારું હોતું નથી. કારણ કે આ દરમિયાન તમે સંબંધ બચાવવાની કોશિશ ઘટાડી દો છો. જો બેકઅપ પાર્ટનર હશે તો તમને તમારા સાથીને ગુમાવવાનો ડર લાગશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube