Woman Sixth Sense: પુરુષનો ફોટો જોઈને પણ સ્ત્રી કહી શકે તે ચીટર છે કે નહીં.... રીસર્ચમાં આવ્યું સામે
Woman Sixth Sense: આ રિસર્ચમાં કેટલીક મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમને કેટલાક પુરુષોના ફોટા દેખાડવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે આ વ્યક્તિનું અફેર હોય તેની સંભાવના કેટલી? રિસર્ચમાં જે પુરુષોની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને મહિલાઓ ઓળખતી પણ ન હતી અને તેમના વિશે જાણકારી પણ ન હતી.
Woman Sixth Sense: એવું કહેવામાં આવે છે કે મહિલાઓની સિક્સથ સેન્સ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે. તે કોઈપણ વ્યક્તિને એકવાર મળીને જાણી શકે છે કે તેના ઇરાદા કેવા છે અને વ્યક્તિ કેવી છે. અત્યાર સુધી તો ફક્ત આ વાત કહેવામાં આવતી હતી પરંતુ હવે એક રિસર્ચમાં આ વાતમાં વૈજ્ઞાનિક આધાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Relationship Tips: ગુસ્સાના કારણે રિસાયેલી પત્નીની નારાજગી દુર કરો આ રીતે
પર્થમાં પશ્ચિમી ઓસ્ટ્રેલિયા વિશ્વવિદ્યાલયમાં એઆરસી સેંટર ઓફ એક્સીલેંસ ઈન કોગ્નિશન એંડ ઈટ્સ ડિસઓર્ડરના શોધકર્તાઓની ટીમે રિસર્ચ કરીને જણાવ્યું છે કે મહિલાઓ કેવી રીતે પુરુષનો ચહેરો જોઈને અને તેના ખાસ લક્ષણોને જોઈને કહી શકે છે કે તેના પતિનું એક્સ્ટ્રા અફેર ચાલી રહ્યું છે કે નહીં અથવા તો તેના જીવનમાં કોઈ બીજું પણ છે.
આ પણ વાંચો: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?
આ રિસર્ચમાં કેટલીક મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. તેમને કેટલાક પુરુષોના ફોટા દેખાડવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું કે આ વ્યક્તિનું અફેર હોય તેની સંભાવના કેટલી? રિસર્ચમાં જે પુરુષોની તસવીરોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને મહિલાઓ ઓળખતી પણ ન હતી અને તેમના વિશે જાણકારી પણ ન હતી.
આ પણ વાંચો: જીંદગી આખી સિંગલ રહી લેવું પણ આવા નેચરના છોકરાને ન કરવા ડેટ, રડવાનો જ આવે વારો
આ રિસર્ચનું જે પરિણામ આવ્યું તે રસપ્રદ રહ્યું. મહિલાઓ એ પુરુષોની તસવીરો જોઈને જે અનુમાન જણાવ્યું હતું તે મોટા ભાગે સાચું સાબિત થયું. મહિલાઓએ જે પુરુષોના ફોટા જોઈને કહ્યું કે આ વ્યક્તિ ચીટર હોઈ શકે છે તે ખરેખર એક્સ્ટ્રા મેરિટલ અફેર કરી રહ્યા હતા એવા જ પુરુષો હતા. જોકે રિસર્ચ કરનારા એક્સપર્ટનું કહેવું છે કે આ પરિણામ શરૂઆતથી રિસર્ચના છે આ અંગે હજુ પણ તપાસ કરવાની જરૂર છે.
આ રિસર્ચની ખાસ વાત એ છે કે મહિલાઓ ફક્ત ફોટો જોઈને પણ કહી શકે છે કે પુરુષોનો વ્યવહાર અને અંદાજ કેવો હશે. પરંતુ મહિલાઓ પુરુષોના ચહેરાના કયા ખાસ ફીચર અને લક્ષણોને જોઈને તેનું જુઠ્ઠાણું પકડી પાડે છે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)