દરેક પુરુષના મનમાં કદાચ એ વિચાર હોય જ છે કે આખરે મહિલાઓને કેવા પુરુષો ગમતા હોય છે? કેવા પુરુષો પ્રત્યે મહિલાઓ આકર્ષાય છે. કયા પ્રકારના પુરુષો સાથે મહિલાઓ લગ્ન કરવા માંગે છે? કે પછી માત્ર ડેટિંગ કરીને ટાઈમ કાઢવા માંગે છે. આવા જ કેટલાક પ્રશ્નોને થોડા સમય પહેલા થયેલા એક રિસર્ચમાં ડિકોડ  કરવામાં આવ્યા હતા. આ રિસર્ચના તારણો એ વાતનો કેટેલક અંશે ખુલાસો કરે છે કે મહિલાઓને કેવા પુરુષો પસંદ પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિસર્ચના તારણો પરથી ખબર પડે છે કે જો વાત શોર્ટ ટર્મ રિલેશનશીપની હોય તો મહિલાઓને શારીરિક રીતે બળવાન પુરુષો ગમે છે. પરંતુ જો લગ્ન અને લોંગ ટર્મ રિલેશનશીપની વાત આવે તો મહિલાઓને સામાન્ય રીતે ખુશમિજાજ પુરુષો ગમતા હોય છે. 


થોડા સમય પહેલા 'પર્સનલ રિલેશનશીપ્સ'માં પબ્લિશ થયેલા એક સ્ટડીના તારણો જણાવે છે કે લાંબા સંબંધોમાં સફળતા ત્યારે મળે છે જ્યારે પાર્ટનરની સેન્સ ઓફ હ્યુમર સારી હોય. અમેરિકામાં અર્કાસાસ યુનિવર્સિટીના ફુલબ્રાઈટ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સિસમાં સાઈકોલોજી એટલે મનોવિજ્ઞાનના એક્સપર્ટ મિચ બ્રાઉને જણાવ્યું હતું કે અમારો ડેટા દર્શાવે છે કે શક્તિશાળી અને ખુશમિજાજ પુરુષોમાંથી મહિલાઓ પોતાની પ્રાથમિકતાઓ પ્રમાણે પસંદગી કરે છે. સરળ ભાષામાં કહીએ તો તે કેટલાક ખાસ ફેક્ટરને ધ્યાનમાં રાખીને પાર્ટનરની પસંદગી કરે છે. મહિલાઓ શોર્ટટર્મ ડેટિંગ માટે શક્તિશાળી પુરુષો અને લોંગ ટર્મ સંબંધો માટે હ્રુમરને પ્રાથમિકતા આપે છે. 


આ રિસર્ચ સામાજિક ધારણાઓ અને પરસ્પર પ્રાથમિકતાઓને કયા માપદંડ પ્રભાવિત કરે છે તે સમજવા માટે કરવામાં આવ્યો હતો. રિસર્ચના રસપ્રદ આંકડા દર્શાવે છે કે કેવી રીતે લોકો શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ સાથીઓ માટે અલગ અલગ પ્રકારની પસંદગી અને પ્રાથમિકતા રાખે છે અને શારીરિક વિશેષતાઓ અને વ્યવહારને અલગ અલગ રીતે મહત્વ આપે છે. 


સ્ટડી માટે એક મોટી યુનિવર્સિટીમાં હેટ્રોસેક્સ્યુઅલ અને બાયસેક્સ્યુઅલ બંને પ્રકારની ઓળખવાળી મહિલાઓને સામેલ કરવામાં આવી હતી. જેમાં 394 મહિલાઓને સવાલ જવાબ કરવામાં આવ્યા હતા. મોટાભાગી મહિલાઓ 19 વર્ષની આજુબાજુ હતી. પ્રજનનને લઈને ફિઝિકલ સ્ટ્રોંગ અને મનોવૈજ્ઞાનિક ગુણો વાળા સાથીને લઈને મહિલાઓએ પોતાની વાત રજૂ કરી હતી. આદર્શરૂપમાં મહિલાઓ ઈચ્છે છે કે એવા સાથીની પસંદગી કરવી જોઈએ જે શારીરિક રીતે આકર્ષક હોય અને જેમાં વ્યવહાર સંબંધિત પોઝિટિવ ગુણ હોય. જો કે એવા સાથીને શોધવામાં ઊભી થતી મુશ્કેલીઓને કારણે ઘણીવાર પ્રાથમિકતાઓ બદલાઈ પણ જાય છે. 


વાત જાણે એમ છે કે રિસર્ચર્સે આ સ્ટડીના માધ્યમથી એ શોધવાની કોશિશ કરી હતી કે મહિલાઓ લોંગટર્મ અને શોર્ટટર્મ સંદર્ભોમાં પોતાના પાર્ટનરની પસંદગી કઈ રીતે કરે છે, કઈ ચીજો પર ભાર મૂકે છે અને તેમની પ્રાથમિકતા આખરે શું હોય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube