પુરુષો કે યુવકો ખાસ કરીને એ વાત પ્રત્યે ભારે ઉત્સુકતા અને અસમંજસમાં પણ રહેતા હોય છે કે સ્ત્રીઓને કેવા પુરુષો ગમતા હશે. એક વાત ખાસ જાણવા જેવી છે કે જો તમારી પાસે એક સમય પૈસા નહીં હોય કે તમે બહુ દેખાવડા નહીં હોવ તો ચાલી શકે છે પરંતુ જો તમારામાં મેનર્સની કમી હશે તો અહીં વાત બગડી શકે છે. પુરુષોને પસંદ કરવા માટે દરેક સ્ત્રીના પેરામીટર અલગ હોઈ શકે છે. પરંતુ કેટલીક આદતો અને ચીજો તો દરેક મહિલા પોતાના ભાવિ પાર્ટનરમાં ઈચ્છતી હોય છે. જાણો તેના વિશે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિટ બોડી ધરાવતા યુવકો
પુરુષ હોય કે સ્ત્રી દરેકની ફિટનેસ તેમની પર્સનાલિટીમાં ચાર ચાંદ લગાવતી હોય છે અને જે રીતે પુરુષો એકદમ ફિટ સ્ત્રીઓ પ્રત્યે આકર્ષાતા હોય છે એ જ રીતે સ્ત્રીઓ પણ ફીટ પુરુષો પ્રત્યે આકર્ષાય છે. આથી જો તમે ફિટનેસ સારી ધરાવતા હોવ તો સમજી લો  કે તમે યુવતીઓના લિસ્ટમાં ટોપ પર છો. 


કામ પર ધ્યાન આપનારા
જે પુરુષો કોઈ કામ કરતા નથી, સ્ત્રીઓ તેમના પ્રત્યે બિલકુલ એટ્રેક્ટ થતી નથી. છોકરીઓને એવા છોકરા ગમતા હોય છે જેમની પોતાની લાઈફમાં કોઈ હેતુ હોયછે. જે પોતાના સપના પૂરા કરવા પર ધ્યાન આપે છે, એવા છોકરા છોકરીને ગમતા હોય છે. 


સારી ડ્રેસિંગ સેન્સ
સ્ત્રીઓ પણ પુરુષોના ડ્રેસિંગ સેન્સ પર ધ્યાન આપતી હોય છે. જો તમે ગંદા અને કરચલીવાળા કપડાં પહેરીને ઓફિસ કે ડેટ પર જતા હશો તો તેઓ તમારાથી દૂર જ ભાગશે. 


ઘરેલું કામકાજમાં રસ દાખવતા છોકરા
જો તમે બહારના કામકાજ સાથે ઘરેલુ કામકાજ પણ જાણતા હશો તો સમજી લો કે તેનાથી સારી વાત સ્ત્રીઓ માટે બીજી કોઈ ન હોઈ શકે. સ્ત્રીઓ પોતાના  ભાવિ પાર્ટનરમાં સૌથી પહેલા આ વસ્તુ જોતી હોય છે. 


ધીર ગંભીર સ્વભાવ
સ્ત્રીઓ એવા પુરુષોથી આકર્ષિત થાય છે જે પોતાનું આત્મસન્માન જાળવી રાખે. જો તમે તમારી લાગણીઓ એકવાર તેમને જણાવી દીધી હોય તો તેમની પાસે દર વખતે તેનો જવાબ ન માંગો. સ્ત્રી કોઈ વાતથી પરેશાન હોય તો તેમને સલાહ આપવાની જગ્યાએ વાત સાંભળો. મહિલાઓનો હેતુ ફક્ત એટલો હોય છે કે તેમનો પાર્ટનર તેમની વાત સાંભળે અને સમજે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)