Why Women like Bearded Men: બોલીવુડ અભિનેતા વિકી કૌશલે તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કેટરીના કૈફને તેનો ક્લીન શેવ લુક બિલકુલ પસંદ નથી. ફિલ્મની જરૂરિયાત હોય તો જ તે ક્લિન સેવ કરાવે છે બાકી તે દાઢી મુંછ રાખવાનું જ પસંદ કરે છે કારણ કે ક્લીન સેવ લુક કેટરીના કેફને બિલકુલ પસંદ નથી.. જોકે ફક્ત કેટરીના કૈફ જ નહીં પરંતુ મોટાભાગની મહિલાઓને પુરુષો દાઢી મુંછ વાળા જ વધારે ગમે છે. પુરુષોનો ક્લીન સેવ લુક મહિલાઓને વધારે આકર્ષિત કરતો નથી. દાઢી મુંછ વાળા પુરુષો મહિલાઓને વધારે શા માટે ગમે છે તેનું કારણ પણ એક રિસર્ચમાં સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પરિણીત પુરુષ શા માટે કરે છે લફરું ? આ કારણોથી બીજી સ્ત્રીમાં પડે છે પુરુષને રસ


બોલીવુડના એક્ટર હોય કે સામાન્ય લોકો હાલ પુરુષોમાં દાઢી મુંછ રાખવાનો ટ્રેન્ડ વધ્યો છે. મોટાભાગના છોકરાઓ દાઢી રાખતા થઈ જાય છે. કારણ કે દાઢી મુંછ વાળા છોકરાઓ યુવતીઓને વધારે ગમે છે. તાજેતરમાં થયેલી એક રિસર્ચમાં કારણ પણ સામે આવ્યું છે કે શા માટે યુવતીઓને દાઢી મુંછ વાળા છોકરાઓ વધારે ગમે છે. ચાલો તમને પણ જણાવીએ આ કારણ વિશે. 


આ પણ વાંચો: આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...


દાઢી મુંછ રાખતા પુરુષો તરફ મહિલાઓ ઝડપથી આકર્ષિત થાય છે. તેના માટે એક સ્ટડી કરવામાં આવી હતી. જેમાં 8,000 થી વધારે મહિલાઓને દાઢી મુંછવાળા અને દાઢી મુંછ વિનાના પુરુષોને રેટિંગ આપવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને પુરુષો ક્લીન સેવ હોય ત્યારની અને દાઢી કરાવ્યા પછીના 5 દિવસ, 10 દિવસ અને ચાર અઠવાડિયા પછીની તસવીરો દેખાડવામાં આવી. જેમાં ધીરેધીરે દાઢી-મુંછ વધવા લાગ્યા હોય.


આ પણ વાંચો: લવ મેરેજ કરનાર પતિ પરસ્ત્રીના પ્રેમમાં કેમ પડે ? પુરુષોના અફેર પાછળ આ 3 કારણ જવાબદાર


આ રિસર્ચ પછી જે પરિણામ સામે આવ્યું તે ચોંકાવનારું હતું. મહિલાઓને જે પુરુષોની તસવીરો દેખાડવામાં આવી હતી તેમને પછી કહેવામાં આવ્યું કે આમાંથી કયા વ્યક્તિને તે બોયફ્રેન્ડ તરીકે પસંદ કરશે. તો મોટાભાગની મહિલાઓએ દાઢી મુંછ વાળા પુરુષોને પ્રાથમિકતા આપી. તેમાં પણ મોટાભાગની મહિલાઓએ દાઢી કરાવ્યાના દસ દિવસ પછી જે દાઢી આવી હોય તેવી તસવીરો પસંદ કરી. ત્યાર પછી મહિલાઓએ ફુલ બિયર્ડ પુરુષોને પસંદ કર્યા. જ્યારે ખૂબ ઓછી મહિલાઓએ ક્લીન શેવ્ડ પુરુષોના ફોટા પસંદ કર્યા. 


આ પણ વાંચો: Extra Marital Affair: આ 5 કારણને લીધી પરિણીત મહિલાનું પરપુરુષ સાથે શરુ થાય છે લફરું


આ સ્ટડીમાં એવું પણ સામે આવ્યું કે દાઢી રાખવાથી પુરુષોની જે જો લાઈન બને છે તે મહિલાઓને આકર્ષિત કરે છે. પુરુષોની દાઢી અને મૂંછને તેની સફળતા, પરિપક્વતા અને પૌરુષત્વ સાથે જોડીને પણ જોવાય છે. એક અન્ય સ્ટડી અનુસાર લાંબા સમયના સંબંધો માટે મહિલાઓ દાઢીવાળા પુરુષોને વધારે પસંદ કરે છે. કારણ કે દાઢી મૂંછને સામાજિક રીતે વધારે સફળ હોવાનો સંકેત માનવામાં આવે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)