Valentine Day : ગામમાં પિયરિયું અને ગામમાં જ સાસરિયું..... મોટા ગામોમાં આ પ્રકારના ઘણા લગ્ન થાય છે. એક જ ગામમાં અલગ અલગ જ્ઞાતિઓની હોવાને પગલે મોટા ગામમાં કોઈ સમસ્યા આવતી નથી પણ સુરતનું ભાઠા નામનું એક ગામ છે જ્યાં લોકો 3 પેઢીથી ગામમાં જ લગ્ન કરી લે છે. આમ સાથે ભણતા હોય અને એકબીજાની સાથે હરતા ફરતા લોકો એકબીજા સાથે લગ્ન કરી આખી જિંદગી વિતાવી લેશે.  વેલેન્ટાઈન ડે એટલે પ્રેમી પંખીડાઓ માટે ખાસ હોય છે કેમકે આ દિવસે તેઓ પોતાના પ્રેમનો એકરાર કરતાં હોય છે ત્યારે સુરતનું એક એવું ગામ છે જેના માટે વેલેન્ટાઇન ખુબ જ ખાસ હોય છે. આ ગામને વેલેન્ટાઇન ગામ પણ કહી શકાય.  ભાઠા ગામ એક એવું ગામ છે. જ્યાં ૯૦ ટકા લોકો છેલ્લી ત્રણ પેઢીથી પ્રેમ લગ્ન કરે છે. અને તે પણ ગામમાં જ. આ ગામના યુવાઓ જ નહિ તેમના માતાપિતા અને વડવાઓએ પણ પ્રેમ લગ્ન કર્યા છે. વાહ આ સાંભળીને તમને પણ નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહીં લોકો પ્રેમની ભાવનાને ઉજાગર કરે છે અને છોકરાઓ તો નહીં પણ મોટેરાઓએ પણ ગામમાં જ પ્રેમલગ્ન કર્યા છે. આમ એક જ ગામમાં તમને ઘણા બધા સંબંધીઓ મળી જાય છે. મામના ઘરે જવું હોય તો તમારે બહાર નહીં પણ એક શેરી વટાવીએ ત્યાં મામાનું ઘર આવી જાય છે. ક્યારેક ક્યારેક તો ભાઈ બહેન પણ ગામમાં સામે જ મળી જાય તો એકબીજાની ખબર અંતર પૂછી લે... ભાઇ અને બહેનને પણ એક જ ગામમાં હોવાથી એકબીજાની બધી જ ખબર હોય છે. આ પ્રકારના અનેક ગામોમાં કિસ્સાઓ હોય છે પણ આ ગામની ખાસિયત એ છે કે અહીં 90 ટકા લોકો ગામમાં જ પ્રેમલગ્ન કરે છે અને એ પણ 3 પેઢીથી. જેને પગલે વેલન્ટાઈનના દિવસે આ ગામ અન્યથી અલગ પડે છે. 


આ પણ વાંચો : 


સિંગતેલ વધુ મોંઘુ થયું, એક કિલોએ સીધા આટલા રૂપિયાનો વધારો ઝીંકાયો


ભાજપ સાંસદને બચાવવા પોલીસના ધમપછાડા, ચકચારી કેસમાં જૂનાગઢના તબીબના સ્ફોટક ખુલાસા


વેલન્ટાઈનને પ્રેમના દિવસ તરીકે તો દરેક મનાવે છે પરંતુ સુરતનું ભાઠા ગામ એક એવું ગામ છે જ્યાં બધા જ પ્રેમલગ્ન કરે છે પણ ગામની બહાર કોઈ પ્રેમ લગ્ન નથી થતાં. પોતાના જ ગામમાં છોકરા-છોકરીઓ સાથે પ્રેમલગ્ન થાય છે. વડિલો પણ સહમતી આપીને લગ્ન કરાવી આપે છે.  ગામમાં જ પ્રેમલગ્ન કરવાના કારણો છે. આ ગામના લોકો સારી બાબત માને છે. મોટાભાગના લોકો એવું ઈચ્છ કે છોકરા છોકરીઓ આ જ ગામમાં લગ્ન કરે. કારણ કે, છોકરા છોકરી એકબીજાને તો ઓળખતા જ હોય છે. છોકરી બહાર લગ્ન કરે તો નવા માહોલમાં ઢળવાનું હોય છે તે ગામમાં તે આ જ માહોલમાં ઉછરે હોવાથી પારિવારીક માહોલ મળે છે. 


ગામના લોકો જ ઇચ્છે છે કે તેમના છોકરા-છોકરી ગામમાં જ લગ્ન કરે, એકમેકને ઓળખતા હોય છે, લગ્ન બાદ પારિવારીક માહોલ જળવાય રહે. આમ પ્રેમલગ્ન કરવા છતાં અહીં મોટાભાગના લોકો સુખીથી રહે છે એ જ સૌથી મોટી સફળતા છે.


આ પણ વાંચો : આજે અમૂલમાં સત્તાની જંગ, રામસિંહ પરમાર વિદાય લેશે કે નહિ તે આજે ખબર થશે