Mangal Gochar 2023: 3 દિવસ બાદ મંગળ કરશે સિંહ રાશિમાં પ્રવેશ, મિથુન સહિત આ 3 રાશિના શરુ થશે `અચ્છે દિન`
Mangal Gochar 2023: 1 જુલાઈ 2023 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ રાશિ બદલી સિંહ રાશિમાં ગોચર કરશે. મંગળ 18 ઓગસ્ટ 2023 સુધી સિંહ રાશિમાં ગોચર કરશે. સિંહ રાશિમાં મંગળના પ્રવેશની સાથે જ નીચભંગ યોગ, મત્સ્ય યોગ અને વિષ્ણુ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ ત્રણ યોગના કારણે 3 રાશિના લોકોને મંગળના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે.
Mangal Gochar 2023: 3 દિવસ બાદ એટલે કે 1 જુલાઈ 2023 ના રોજ મંગળ રાશિ પરિવર્તન કરશે. મંગળ રાશિ બદલી સિંહ રાશિમાં ગોચર કરશે. મંગળ 18 ઓગસ્ટ 2023 સુધી સૂર્યની સ્વામિત્વની રાશિ સિંહમાં ગોચર કરશે. સિંહ રાશિમાં મંગળના પ્રવેશની સાથે જ નીચભંગ યોગ, મત્સ્ય યોગ અને વિષ્ણુ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે. આ ત્રણ યોગના કારણે 3 રાશિના લોકોને મંગળના રાશિ પરિવર્તનથી સૌથી વધુ ફાયદો થશે.
મંગળના રાશિ પરિવર્તનથી આ રાશિઓને થશે લાભ
આ પણ વાંચો:
આ રાશિના યુવકોના નસીબ હોય છે અંબાણી-અદાણી જેવા, આસપાસ હોય તો પહેલા પ્રપોઝ કરજો
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
Lizards: ગરોળીને મારવી ગણાય છે મહાપાપ, ભુલ પણ ઘરમાં ગરોળી મરી જાય તો તુરંત કરો આ કામ
મિથુન રાશિ
મંગળના રાશિ પરિવર્તનથી જે રાશિઓને ફાયદો થવાનો છે તેમાં સૌથી પહેલા મિથુન રાશિ આવે છે. આ રાશિના ત્રીજા ઘરમાં મંગળ ગોચર કરશે જેના કારણે આ રાશિના લોકોના સાહસ, સંપત્તિમાં વધારો થશે. આ સમય દરમિયાન રોકાણથી લાભ થશે. કાર્યસ્થળ પર પ્રભુત્વ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. સરકારી નોકરી માટે તૈયાર કરતાં લોકોને સફળતા મળશે. ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે.
ધન રાશિ
મંગળ આ રાશિના ભાગ્યના ઘરમાં ગોચર કરશે. આ સમય દરમિયાન ધાર્મિક યાત્રાના યોગ સર્જાશે. વિદેશ સંબંધિત કાર્ય પાર પડશે. વેપારીઓ સારો નફો કરશે. નોકરી કરનારને પણ લાભ થશે. સમય દરેક દ્રષ્ટિએ અનુકુળ રહેશે. સંપત્તિ સંબંધિત વિવાદનો અંત આવશે.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે મંગળનું ગોચર શુભ ફળદાયી છે. આ સમય દરમિયાન દરેક કાર્યમાં શુભ ફળ પ્રાપ્ત થશે. મનગમતી નોકરી પ્રાપ્ત થશે. પદોન્નતિ થઈ શકે છે. વિરોધી અને શત્રુ પરાસ્ત થશે. ભાગ્ય સાથ આપશે. વિદેશ યાત્રા શક્ય છે. આત્મવિશ્વાસ વધશે અને સાહસમાં વૃદ્ધિ થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)