Astrology : જ્યારે પણ ન્યાયના દેવતા શની પોતાની ચાલ બદલે છે તો તેનું મહત્વ સૌથી વધારે હોય છે. શનિ ગ્રહનું રાશિ પરિવર્તન, શનિનો ઉદય અને અસ્ત, શનિ ગ્રહનું માર્ગી થવું અને વક્રી થવું દરેક વ્યક્તિના જીવન ઉપર અસર કરે છે. હાલ શનિ વક્રી અવસ્થામાં કુંભ રાશિમાં છે. જેના કારણે ત્રિકોણ રાજયોગનું નિર્માણ થયું છે. નવેમ્બરમાં શનિ ગ્રહ માર્ગી થશે જેના કારણે શશ રાજયોગ બનશે. જ્યોતિષશાસ્ત્રમાં આ બંને રાજયોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ બંને યોગની અસર વર્ષ 2023 ના અંત સુધી રહેશે. જેના કારણે ચાર રાશિના લોકોને અઢળક લાભ થવાના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુલા રાશિ


શનિદેવના બંને રાજયોગની તુલા રાશિના લોકો પર શુભ પ્રભાવ પડશે. આ સમયગાળા દરમિયાન નાણાકીય પ્રગતિની તકો સર્જાશે. જે તમને પૈસા સંબંધિત બાબતોમાં સક્ષમ બનાવશે. નોકરીમાં ટ્રાન્સફર અને પ્રમોશનની તક મળશે. આકસ્મિક નાણાકીય લાભ આત્મવિશ્વાસ વધારશે.


આ પણ વાંચો:


17 ઓક્ટોબર સુધીનો સમય આ 3 રાશિના લોકો માટે ભયંકર, ડગલેને પગલે કરવો પડશે સંકટનો સામનો


આજથી 15 દિવસ સુધી દિવસ રાત નોટ છાપશે મિથુન સહિત આ 3 રાશિ, માર્ગી બુધ ભરી દેશે તિજોરી


કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ હોય અશુભ તો વ્યક્તિ રહે છે કંગાળ, દોષ દુર કરવા કરો આ ઉપાય


કુંભ રાશિ


કુંભ રાશિના લોકો માટે ત્રિકોણ અને શશ રાજયોગ વરદાનથી ઓછો નહીં હોય. આ સમય દરમિયાન આ રાશિના લોકોને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થશે. બાકી રહેલા પૈસા પાછા મળશે. ક્યાંક પ્રવાસ પર જવાની સંભાવના છે, જેનાથી આર્થિક લાભ થશે.

વૃષભ રાશિ


વૃષભ રાશિના લોકો માટે ત્રિકોણ અને શશ રાજયોગ સકારાત્મક બદલાવ લાવશે. આ સમયગાળા દરમિયાન ધન લાભની તકો મળશે. નોકરી અને વ્યવસાયમાં આર્થિક પ્રગતિ થશે. જે લોકો લાંબા સમયથી નોકરીની રાહ જોઈ રહ્યા હતા. શનિદેવ તેમની મનોકામના પૂર્ણ કરશે.


સિંહ રાશિ


શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકો પર શશ અને ત્રિકોણ રાજયોગની સકારાત્મક અસર પડશે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકોના ભૌતિક સુખમાં વધારો થશે. મકાન અને વાહન ખરીદવાની તક મળશે. કાનૂની કાર્યવાહીમાં જીત થશે. નોકરીમાં પ્રમોશન તમને ખુશ રાખશે. અટકેલા પૈસા પાછા મળશે. વિવાહિત જીવનમાં સંબંધો મધુર રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)