Guru Uday 2023: 27 એપ્રિલ 2023 થી ગુરુ ગ્રહ મેષ રાશિમાં થશે. ગુરુના ઉદય થવાથી બધી જ રાશિઓ પર તેનો પ્રભાવ પડશે. પરંતુ પાંચ રાશિ એવી છે જેમને સૌથી વધુ લાભ થશે. ચાલો તમને જણાવીએ આ પાંચ રાશિ કઈ છે. જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહનું ગોચર મહત્વપૂર્ણ ગણાય છે. કુંડળીમાં ગુરુની સ્થિતિ શુભ હોય તો જાતકને માન સન્માન અને સફળતા મળે છે. હાલ ગુરુ મીન રાશિમાં અસ્ત છે પરંતુ 27 એપ્રિલથી મેષ રાશિમાં ગુરુ ઉદિત થશે. આ ગોચરની અસર પાંચ રાશિઓના જીવનમાં અત્યંત શુભ સાબિત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેષ રાશિ


ગુરુ પહેલા ભાવમાં ઉદીત થશે. આ સમય દરમિયાન આધ્યાત્મિક ગતિવિધિઓ તરફ ધ્યાન વધારે રહેશે. કાર્યક્ષેત્રમાં વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. આ સમય દરમિયાન પદોન્નતિ થઈ શકે છે. નોકરી માટે પણ શુભ સંકેત છે.


આ પણ વાંચો:


Shani Vakri 2023 : શનિ કુંભ રાશિમાં થશે વક્રી, આ રાશિના જીવનમાં થશે મોટી ઊથલપાથલ


બુધવારે કરો પાન-સોપારીનો આ સરળ ઉપાય, પ્રસન્ન થશે ગણપતિ અને દરેક કાર્યમાં મળશે સફળતા


Astro Tips: 99 ટકા લોકો શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે કરે છે ભુલ, જાણો સાચી વિધિ


મિથુન રાશિ


દેવગુરુ બૃહસ્પતિ 11 માં ભાવમાં ઉદિત થશે. આ સમય દરમિયાન નોકરી ની નવી તક પ્રાપ્ત થશે. બઢતીના યોગ સર્જાઈ રહ્યા છે. આ સમય દરમિયાન કારકિર્દી સારી રીતે આગળ વધશે. જે સફળતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હતા તે પ્રાપ્ત કરી શકશો. 


કર્ક રાશિ


ખાનગી અને સરકારી નોકરીમાં શાનદાર તક મળશે. ભાગ્યનો પૂરો સાથ મળશે અને પ્રગતિના યોગ સર્જાશે. નોકરીમાં સારી તક પ્રાપ્ત થશે મહેનતની સરાહના થશે અને માનસન્માનમાં વધારો થશે.


સિંહ રાશિ


કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ સમય સકારાત્મક રહેવાનો છે. કાર્ય સંબંધિત યાત્રા કરવી પડી શકે છે જે સફળતા અપાવશે. આ સમય દરમિયાન વરિષ્ઠ તરફથી સલાહ લેવી. આ સમય દરમિયાન ઝુકાવ આધ્યાત્મિક ગતિવિધિઓ તરફ વધારે રહેશે. નોકરીમાં ફેરફારનો વિચાર કરી શકો છો.


ધન રાશિ 


ધન રાશિના જાતકો માટે પણ આ સમય સારો છે. નોકરીમાં સફળતાના પ્રબળ યોગ સર્જાશે. કામમાં સંતોષ પ્રાપ્ત થશે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. વેપારીઓને સારો નફો કમાવવાની તક મળશે. વેપાર આગળ વધારવા માટે સારો સમય.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)