Tulsi Plant: ધાર્મિક દ્રષ્ટિએ તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને ચમત્કારી છે. આયુર્વેદમાં પણ તુલસીનો વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માન્યતા છે કે ઘરમાં જો તુલસીનો છોડ સુકાવા લાગે અથવા તો તેના પાન ખરવા લાગે તો તે અશુભ ગણાય છે. તેથી ઘરમાં રાખેલા તુલસી ક્યારેય સુકાઈ નહીં તે વાતનું ધ્યાન રાખવું. જો કે તુલસી સાથે સંબંધિત શુભ સંકેતો પણ જ્યોતિષ શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યારે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધવાની હોય છે ત્યારે તુલસીના છોડ સંબંધિત કેટલાક શુભ સંકેત મળે છે. જો તમને ઘરમાં આ સંકેતો દેખાવા લાગે તો સમજી લેજો કે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આજે કાલાષ્ટમી, ઘરે લાવો શિવજીની 3 પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક, ચમકી જશે ભાગ્ય


આજે તમને જણાવીએ તુલસીના છોડ સંબંધિત 3 મહત્વના શુભ સંકેત વિશે. તમારા ઘરમાં જે તુલસીના છોડની તમે પૂજા કરો છો તેમાં આ વસ્તુઓ જોવા મળે તો સમજી લેવું તમારા ઘરની તિજોરી ધનથી ભરાવાની છે. 


તુલસીના શુભ સંકેત


1. જો તમારા ઘરમાં રાખેલો તુલસીનો છોડ અચાનક જ લીલોછમ્મ થવા લાગે અને વધવા તો સમજી લેજો કે તમારા ઘરમાં કોઈ શુભ સમાચાર આવવાના છે. તમારા ઘર લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા થવાની છે.


આ પણ વાંચો: રસોડામાં ક્યારેય ખુટવી ન જોઈએ આ વસ્તુઓ, ખાલી થવાથી માં લક્ષ્મી થાય છે નારાજ


2. જો તમારા ઘરમાં રાખેલા તુલસીના છોડની આસપાસ નાના નાના લીલા છોડ ઉગવા લાગે તો સમજી લેજો કે તમને ધન લાભ થવાનો છે. ખાસ કરીને તુલસી છોડની આસપાસ દુર્વા ઉગવા લાગે તો તેનાથી ધન લાભ થવાનો સંકેત મળે છે.


3. તુલસીના છોડમાં માંજર આવે તો તેનાથી પણ વિશેષ લાભ થાય છે. ઘરમાં ધન ધાન્ય વધવાનું હોય ત્યારે તુલસીમાં માંજર આવવા લાગે છે. તુલસીમાં આવેલા માંજરને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા દરમિયાન ઉપયોગમાં લેવા જોઈએ.


આ પણ વાંચો: 15 જાન્યુઆરીએ ઉજવાશે મકરસંક્રાંતિ, જાણો આ દિવસે શું કરવું અને શું નહીં


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)