Shani Vakri 2023: શનિ ગ્રહનું રાશિ પરિવર્તન રાશિચક્રની દરેક રાશિને અસર કરે છે. કારણ કે શનિ કોઈને કર્મનું ફળ આપ્યા વિના ક્ષમા કરનાર ભગવાન નથી. જ્યારે શનિ દેવના નિયમો અને આદેશોનું પાલન ન થાય ત્યારે તેમનો ક્રોધ વરસે છે. જો શનિ દેવ ક્રોધિત થાય તો રાજાને પણ રંક બનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Surya Grahan: સૂર્યગ્રહણ દરમિયાન કરો આ 5 કામ, ચમકશે ભાગ્ય, કારર્કિદીમાં મળશે સફળતા


4 ઓગસ્ટે શુક્ર થશે અસ્ત અને ખુલી જશે આ 3 રાશિના લોકોનું ભાગ્ય, મળશે ધન અને પદ


Zodiac Signs: આ રાશિના લોકો હોય છે એક નંબરના ખોટા બોલા, સરળતાથી બનાવે લોકોને ઉલ્લૂ


શનિની સાડાસાતી કોઈપણ વ્યક્તિને સાડા સાત વર્ષ સુધી અસર કરે છે. હાલ શનિ કુંભ રાશિમાં છે જેની અસર મકર રાશિના જાતકોને પણ થશે. જેના કારણે મકર રાશિના લોકોને કારકિર્દી પર અસર થશે. આ સમય દરમિયાન શનિ મીન રાશિ માટે સફળતાનો કારક બન્યો. આ સાડાસાતી દરમિયાન શનિ 17 જૂનથી વક્રી થયો છે જે 4 નવેમ્બર 2023 સુધી આ સ્થિતિમાં રહેશે.


મકર, કુંભ અને મીન રાશિના લોકો પર શનિની સાડાસાતી દશા ચાલી રહી છે તેમણે આ સમય દરમિયાન ખૂબ જ સાવધાન રહેવું પડશે. શનિ જ્યારે વક્રી હોય ત્યારે તેની શક્તિ બમણી થઈ જાય છે. આ સમય દરમિયાન વક્રી શનિ કષ્ટ પણ વધારે આપે છે.


આ પણ વાંચો:


ઓગસ્ટમાં મંગળ કરશે રાશિ પરિવર્તન, 4 રાશિને થશે બંપર લાભ, ધનથી ભરાઈ જશે તિજોરી


આ સ્થિતિમાં મકર, કુંભ અને મીન રાશિના લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. સ્વાસ્થ્ય અને આર્થિક બાબતોમાં ઢીલી નીતિ રાખવી મુશ્કેલી વધારી શકે છે.  શનિદેવના ક્રોધથી બચવું હોય તો આળસ બિલકુલ ન કરવું. શનિદેવને આળસ બિલકુલ પસંદ નથી. જે જાતકો સખત મહેનત કરે છે તેમનાથી પ્રસન્ન રહે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)