Lucky Zodiac: વર્ષ 2025 ની શરુઆત ગણતરીના દિવસોમાં થવાની છે. જ્યોતિષ ગણના અનુસાર આવનાર વર્ષ ગ્રહ-નક્ષત્રોની ગણતરીએ ખાસ રહેવાનું છે. વર્ષ 2025 માં શુભ ગ્રહ પોતાની ચાલ બદલશે. અંક શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ છે. આ વર્ષનો મૂલાંક 9 થાય છે. અંક જ્યોતિષમાં 9 અંકને મંગળનો અંક માનવામાં આવે છે. સાથે જ મંગળના દેવતા હનુમાનજીને માનવામાં આવે છે. તેથી આવનાર વર્ષ હનુમાનજીની ભક્તિ માટે પણ ખાસ હશે. જો કે આ વર્ષ એવું હશે જેમાં 3 રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા થવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2025 માં 3 રાશિઓ પર હનુમાનજી મહેરબાન રહેશે. આ રાશિના લોકોની બધી જ ઈચ્છાઓ પુરી થશે. આ રાશિના લોકોને વર્ષ દરમિયાન શુભ સમાચાર પ્રાપ્ત થશે. તો ચાલો તમને પણ જણાવીએ આ 3 રાશિ કઈ કઈ છે.


આ પણ વાંચો: શુક્ર ગ્રહે કુંભ રાશિમાં પ્રવેશ કર્યો, 3 રાશિઓને ધન, પ્રેમ, સફળતા બધું જ એકસાથે મળશે


મેષ રાશિ


વર્ષ 2025 મેષમાં રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે. હનુમાનજીની કૃપાથી આ રાશિના લોકોની ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. નવા વર્ષમાં મહેનતનું ફળ મળશે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. અવિવાહિત જાતકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 2025 માં ધન કમાવાના ભરપુર અવસર મળશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 


આ પણ વાંચો: રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન


વૃશ્ચિક રાશિ


વર્ષ 2025 માં વૃશ્ચિક રાશિના લોકોને પણ લાભ થશે. હનુમાનજીની કૃપાથી બધા સપના પુરા થશે. હનુમાનજીની કૃપાથી અણધાર્યો આર્થિક લાભ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. વેપાર કરતા લોકોને જબરદસ્ત આર્થિક લાભ થશએ. કરિયરની દ્રષ્ટિએ વર્ષ પ્રગતિકારક રહેશે. 


આ પણ વાંચો: માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે


મકર રાશિ


વર્ષ 2025 મકર રાશિ માટે લાભકારી માનવામાં આવે છે. નવા વર્ષમાં મકર રાશિ પર હનુમાનજીની કૃપા થશે. હનુમાનજીની કૃપાથી મકર રાશિના લોકો પોતાની ક્ષમતાનો લાભ ઉઠાવી શકશે. વિદ્યાર્થીઓ માટે શુભ વર્ષ. વેપારમાં સારો નફો થશે. જમીન સંબંધિત કામોમાં લાભ થશે. અણધાર્યા ધન લાભના પ્રબળ યોગ છે. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)