Surya Shukra Yuti: રાજભંગ યોગથી ચમકી જશે આ 3 રાશિઓનું ભાગ્ય, સૂર્ય-શુક્ર વધારશે બેંક બેલેન્સ
Surya Shukra Yuti: 7 ઓગસ્ટ 2023 ના રોજ શુક્ર કર્ક રાશિમાં ગોચર કરશે. શુક્ર 2 ઓક્ટોબર 2023 સુધી કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યારે સૂર્ય 15 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. એટલે કે 15 ઓગસ્ટ 2023 સુધી કર્ક રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ સર્જાશે. સૂર્ય અને શુક્ર એક રાશિમાં હોવાથી રાજ ભંગ યોગ સર્જાશે. આ યોગ 3 રાશિ માટે આકસ્મિક ધંધલાભનું કારણ બનશે.
Surya Shukra Yuti: ગત 16 જુલાઈ ના રોજ સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ થયો હતો. હવે 7 ઓગસ્ટ 2023 ના રોજ શુક્ર પણ કર્ક રાશિમાં ગોચર કરશે. શુક્ર 2 ઓક્ટોબર 2023 સુધી કર્ક રાશિમાં ગોચર કરશે. જ્યારે સૂર્ય 15 ઓગસ્ટ સુધી કર્ક રાશિમાં રહેશે. એટલે કે 15 ઓગસ્ટ 2023 સુધી કર્ક રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ સર્જાશે. સૂર્ય અને શુક્ર એક રાશિમાં હોવાથી રાજ ભંગ યોગ સર્જાશે. આ યોગ ત્રણ રાશિ માટે આકસ્મિક ધંધલાભનું કારણ બનશે. આ ત્રણ રાશિના લોકોનો આ સમય દરમિયાન ભાગ્યોદય થશે.
આ પણ વાંચો:
બુધવારે કરો આ કામ, દરિદ્રતા, ક્લેશ દુર કરી ગણેશજી આપશે સમૃદ્ધિ અને સફળતાના આશીર્વાદ
Shravan Month: શ્રાવણ મહિનો શરુ થાય એટલે ઘરમાં લાવો આ છોડ, ઘરમાં વધશે સુખ-સમૃદ્ધિ
આ ટોટકા છે રામબાણ, કર્યાની સાથે જ થાય છે અસર, જીવનની સમસ્યાઓ થશે દૂર
મેષ રાશિ
સૂર્ય અને શુક્રની યુતિ મેષ રાશિના લોકો માટે લાભકારક સાબિત થશે. આ રાશિના લોકોના જીવનમાં ભૌતિક સુખ વધશે. રોકાણથી સારો લાભ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને નોકરી કરનારા ને કારકિર્દીમાં સારી તક મળશે. નોકરી માટે ઘણી ઓફર મળી શકે છે. વાહન અને સંપત્તિ ખરીદી શકો છો.
કર્ક રાશિ
સૂર્ય અને શુક્રની યુતિ કર્ક રાશિના લોકો માટે પણ લાભકારી રહેશે. સામાજિક અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે અને માન સન્માન પણ વધશે. કારકિર્દીમાં લાભ થશે. જીવનસાથી સાથે સાથે ફરવા જઈ શકો છો.
તુલા રાશિ
સૂર્ય અને શુક્રની યુતિથી રાજ ભંગ યોગ બની રહ્યો છે જે તુલા રાશિને ફાયદો કરાવશે. તુલા રાશિનો સ્વામી શુક્ર છે તેથી આ રાશિને સૌથી વધુ ફાયદો થશે. આ સમય દરમિયાન નોકરીમાં ઊંચું પદ અને પગાર વધારો મળી શકે છે. સત્તા અને સરકારથી લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. અધુરી ઈચ્છા પૂરી થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)