Sawan Purnima 2023: હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનાની પૂનમ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તેમાં પણ આ વર્ષની રક્ષાબંધન એટલે કે શ્રાવણ મહિનાની પૂનમ અત્યંત દુર્લભ સંયોગ સાથે આવી રહી છે. આ વર્ષે શ્રાવણ મહિનાની પૂનમ પર 200 વર્ષ પછી દુર્લભ સંયોગ સર્જાયો છે. આ વર્ષે પૂનમની તિથિ 30 ઓગસ્ટના રોજ આવી રહી છે. આ દિવસે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાય કરવામાં આવે તો તેનું શીઘ્ર ફળ મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધાર્મિક માન્યતા અનુસાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે જો કેટલીક વસ્તુની ખરીદી કરી તેને ઘરમાં લાવવામાં આવે તો તેની સાથે સુખ સમૃદ્ધિ પણ ઘરમાં આવે છે. આ વસ્તુઓ ઘરમાં રહે તો આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. તો ચાલો તમને જણાવીએ કે પૂનમની તિથિના દિવસે ઘરે કઈ વસ્તુઓ લાવવી શુભ ગણાય છે.


આ પણ વાંચો:


ભાઈને રાખડી 30 તારીખે બાંધવી કે 31 ? જાણો રાખડી બાંધવાનું ક્યારે છે શુભ મુહૂર્ત


4 નવેમ્બર પછીનો સમય વરદાન સમાન હશે આ 3 રાશિના લોકો માટે, શનિ કૃપાથી મળશે સફળતા


16 સપ્ટેમ્બર સુધી દિવસ-રાત ગણશો રુપિયા, આ 3 રાશિઓને કરોડપતિ બનાવશે બુધાદિત્ય રાજયોગ


શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઘરમાં લાવો આ વસ્તુઓ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર પલાસના ફૂલ માતા લક્ષ્મી ને ખૂબ જ પ્રિય હોય છે. શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આ ફૂલ ખરીદીને માતા લક્ષ્મીને પૂજા કરી ચડાવવાથી ઘરમાંથી આર્થિક તંગી દૂર થાય છે.


એકાક્ષી નાળિયેર


શ્રાવણ મહિનાની પૂનમના દિવસે ઘરમાં એકાક્ષી નાળિયેર રાખવું પણ શુભ ગણાય છે. માતા લક્ષ્મીને આ નાળિયેર અતિપ્રિય છે જો પૂનમના દિવસે ઘરમાં એકાક્ષી નાળિયેર લાવી મંદિરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘરની તિજોરી ધનથી છલોછલ રહે છે.


સોનુ અથવા ચાંદી


શ્રાવણ મહિનાની પૂનમના દિવસે સોના અથવા ચાંદીના આભૂષણ ખરીદવા પણ શુભ ગણાય છે. આ દિવસે સોના અથવા ચાંદીના આભૂષણ કે કોઈ વસ્તુ ખરીદીને ઘરમાં રાખો છો તો માતા લક્ષ્મીનો પણ ઘરમાં સ્થાયી વાસ થાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)