Diwali 2023: ભારતીય સંસ્કૃતિમાં દિવાળીનું વિશેષ મહત્વ છે. દિવાળીના પર્વને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે જેથી વર્ષભર ઘરમાં ધાન્યના ભંડાર ભરેલા રહે. જોકે આ વર્ષની દિવાળી વિશેષ રહેવાની છે કારણ કે આ વર્ષે 500 વર્ષ પછી કેટલાક દુર્લભ સંયોગનું નિર્માણ થયું છે. પંચાંગ અનુસાર આ વર્ષે દિવાળી 12 નવેમ્બર અને રવિવારે ઉજવાશે. આ દિવસે દુર્ધરા, હર્ષ, ઉભયચરી યોગ અને ગજકેસરી યોગના સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ખૂબ જ દુર્લભ યોગ છે જેમાં પૂજા કરવાથી વ્યક્તિને ધન, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને આર્થિક લાભ પ્રાપ્ત થાય છે સાથે જ તેના અટકેલા કામ પણ પૂરા થવા લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : Diwali 2023: દિવાળી પર કરો આ 6 ઉપાય, તમારા ઘરમાં થશે માતા લક્ષ્મીનું આગમન


અમાસ ક્યાં સુધી ?


જ્યોતિષશાસ્ત્ર અનુસાર પ્રદોષકાળમાં સૂર્યાસ્ત સમયે અમાસ પર લક્ષ્મી પૂજન કરવામાં આવે છે આ વખતે અમાસની તિથી 12 નવેમ્બરે બપોરે 2.44 કલાકે શરૂ થશે અને 13 નવેમ્બરે બપોરે 2.56 સુધી રહેશે તેથી 12 નવેમ્બરના રોજ દિવાળી ઉજવાશે.


દિવાળીની પૂજા કરવાનું મુહૂર્ત


આ પણ વાંચો : Vipreet Rajyog 2023: દિવાળી પહેલા બનેલો વિપરીત રાજયોગ આ 4 રાશિઓને કરાવશે અચાનક ધનલાભ


દિવાળીનો તહેવાર માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની આરાધના કરવા માટે સમર્પિત છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે માતા લક્ષ્મી અને ગણપતિની પૂજા કરવાથી સર્વ શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય છે. આ વર્ષે લક્ષ્મી પૂજન કરવાનો સમય સાંજે 5.28 થી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી રહેશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)