Akshaya Tritiya 2023: અખાત્રીજના દિવસે કરેલા આ 4 સરળ કામ, સુખ-સમૃદ્ધિથી છલોછલ રાખશે ઘર
Akshaya Tritiya 2023: જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે દરેક વ્યક્તિએ આ ચાર કામ જરૂરથી કરવા જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે આ ચાર કામ કરવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે સાથે જ વંશ વૃદ્ધિ થાય છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ અક્ષય તૃતીયા પર કયા ચાર કામ કરવા જોઈએ.
Akshaya Tritiya 2023: આ વર્ષે અક્ષય તૃતીયાનો પાવન પર્વ 22 એપ્રિલ અને શનિવારે ઉજવાશે. અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાની સાથે જ તીર્થ સ્થળો પર સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે કરેલા દરેક કાર્યનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે દાન કરવાથી પણ પાપનો નાશ થાય છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે દરેક વ્યક્તિએ આ ચાર કામ જરૂરથી કરવા જોઈએ. અક્ષય તૃતીયાના દિવસે આ ચાર કામ કરવાથી ઘરમાં ધન સંપત્તિ વધે છે સાથે જ વંશ વૃદ્ધિ થાય છે અને પિતૃદોષથી પણ મુક્તિ મળે છે. તો ચાલો તમને જણાવીએ અક્ષય તૃતીયા પર કયા ચાર કામ કરવા જોઈએ.
આ પણ વાંચો:
23 એપ્રિલે મેષ રાશિમાં અસ્ત થશે બુધ ગ્રહ, આ 3 રાશિના લોકોનો શરુ થશે સારો સમય
આ 3 રાશિ છે માતા લક્ષ્મીની પ્રિય, આ રાશિના લોકોને નથી હોતી આવક ચિંતા, કરે છે જલસા
શુક્રવારે કરેલા આ કામથી માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન, શ્રદ્ધાથી કરનારને થાય છે લાભ
જવની ખરીદી
અક્ષય તૃતીયાના દિવસે જો તમે સોનુ ખરીદવા માટે સક્ષમ ના હોય તો તમે જવની ખરીદી કરી શકો છો. આ દિવસે ઘરમાં જવ ખરીદીને લાવવાથી પણ પરિવારમાં બરકત જળવાઈ રહે છે.
લક્ષ્મીજી ગણેશજી અને કુબેર ભગવાનની પૂજા
અક્ષય તૃતીયા પર માત્ર સોનાની ખરીદીનું જ મહત્વ નથી પરંતુ આ દિવસે ઘરમાં ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને ધનપતિ કુબેર ની પૂજા પણ કરવી જોઈએ. માતા લક્ષ્મી સાથે ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં ધન સ્થિર રહે છે. સાથે જ ભગવાન કુબેર ની પૂજા કરવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે.
પિતૃઓ માટે તર્પણ
અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કરીને પિતૃઓની પૂજા કરવી. સાથે જ આ દિવસે તેમને જલ અર્પણ કરવું. આ દિવસે શ્રાદ્ધ કે પિંડદાન પણ કરી શકાય છે તેનાથી પિતૃ તૃપ્ત અને ખુશ રહે છે. જેના કારણે વંશ વૃદ્ધિ અને સુખી જીવનના આશીર્વાદ મળે છે.
દાન દક્ષિણા
અક્ષય તૃતીયાના દિવસે સ્નાન અને દાન કરવાનું વિધાન છે. આ દિવસે દાન કરવાથી અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એટલે કે એવું પુણ્ય જેનો નાશ થતો નથી. અક્ષય તૃતીયાના દિવસે યથાશક્તિ બ્રાહ્મણને વસ્ત્રદાન, અન્નદાન કરવું જોઈએ. સાથે જ દક્ષિણા આપવી જોઈએ.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)