Shaniwar Ke Upay: શનિવાર કર્મ ફળના દાતા શનિદેવને સમર્પિત દિવસ છે. આ દિવસે શનિદેવ અને હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. શનિવારે હનુમાનજીની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે તેમની પૂજાથી શનિદોષ દૂર થાય છે. આ સિવાય જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગતા હોય અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધારવા માંગતા હોય તો શનિવારે શનિદેવને પ્રિય એવા આ પાંચ કામ કરવા. આ પાંચ કામ શનિવારના દિવસે કરી લેવાથી શનિદેવને સરળતાથી પ્રસન્ન કરી શકાય છે. શનિદેવ પ્રસન્ન થઈ જાય તો જીવનમાંથી શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે કરવાના કાર્યો 


આ પણ વાંચો: શુક્ર-મંગળની યુતિ 3 રાશિ માટે અશુભ, સંબંધો માટે કપરો સમય, ચાલુ નોકરી પણ છીનવાઈ શકે


1. શનિ કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી સરળ ઉપાય છે શનિવારે પીપળાના ઝાડની નીચે દીવો. શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષની નીચે દીવો કરવો. આ સિવાય શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો કરવાથી પણ શનિ સંબંધિત સમસ્યા દૂર થાય છે. 


2. શનિવારના દિવસે શનિદેવને તેલ અર્પણ કરવાની સાથે તેમને બ્લુ કલરના ફૂલ અર્પણ કરવાથી પણ લાભ થાય છે. શનિદેવની પૂજા કરતી વખતે શનિદેવની મૂર્તિના દર્શન કરવા નહીં. ફક્ત તેમના ચરણોમાં ફુલ અર્પણ કરવું. 


આ પણ વાંચો: Rashifal: જાન્યુઆરી મહિનો આ 5 રાશિઓ માટે મંગળદાયક, પહેલા મહિનામાં પલટી મારશે નસીબ


3. શનિવારે પીપળાના વૃક્ષમાં જળ અર્પણ કરીને પીપળાની પૂજા કરી 7 પરિક્રમા કરવી. સાથે જ શનિવારના દિવસે નિર્ધન વ્યક્તિને ભોજન કરાવો. આમ કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. 


4. શનિવારના દિવસે સ્નાનાદી કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને તેલનું દાન કરો. શનિવારે છાયા દાન પણ કરી શકાય છે. તેના માટે એક વાટકીમાં તેલ ભરીને તેમાં પોતાનો ચહેરો જોઈને આ તેલ જરૂરિયાતમંદ વ્યક્તિને આપી દેવું. 


આ પણ વાંચો: Samsaptak Yog: શુક્ર અને મંગળ ગ્રહે બનાવ્યો સમસપ્તક યોગ, 3 રાશિને મળશે અપાર ધન


5. શનિવારે જો ઉપર જણાવેલા કોઈ પણ કામ કરવા શક્ય ન હોય તો તમે ફક્ત હનુમાનજીના દર્શન કરી તેમને સિંદુર અને ચમેલીનું તેલ અર્પણ કરી હનુમાન ચાલીસા વાંચી લેશો તો પણ શનિ સંબંધીત પીડા દૂર થઈ જશે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)