Mangalwar Upay: મંગળવારનો દિવસ બજરંગબલીને સમર્પિત હોય છે. આ દિવસે વિધિ પૂર્વક હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને મંગળવારનું વ્રત પણ કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારના દિવસે જો કેટલાક વિશેષ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય તો મંગળવારના દિવસે આ કામ કરી લેવું જોઈએ. મંગળવારના દિવસે કરેલા આ કામથી જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉન્નતી થાય છે. આજે તમને મંગળવારના દિવસે કરવાના પાંચ અચૂક ઉપાય વિશે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Chaitra Navratri 2024: એક ઝાટકે અમીર બનાવશે નવરાત્રીમાં કરેલા આ ઉપાય, અજમાવો એકવાર


મંગળવારના ઉપાય 


1. જો તમારે સરકારી નોકરી મેળવવી હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને સાથે જ તેમને એક પાન અર્પણ કરો. મંગળવારે હનુમાનજીને પાન અર્પણ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને મન મુતાબિક સફળતા મળે છે તેનાથી નોકરી મળવાના યોગ પણ પ્રબળ થાય છે. 


2. જો કુંડળીમાં મંગળ દોષ હોય અને તેના કારણે જીવનમાં સમસ્યા આવતી હોય તો મંગળદોષના નિવારણ માટે મંગળવારના દિવસે લાલ મરચાનું દાન કરવું. લાલ મરચાનું દાન કરવાથી મંગળદોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે. 


આ પણ વાંચો: 13 એપ્રિલે મેષ રાશિમાં સૂર્ય પ્રવેશ કરશે, 13 મે સુધી આ 3 રાશિને ચારે તરફથી થશે લાભ


3. હનુમાનજીને પ્રસન્ન કરવા હોય તો મંગળવારના દિવસે રામ પરિવાર સહિત બજરંગ બલીની પૂજા કરો. પૂજા કરતી વખતે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો. જે વ્યક્તિ આ સ્ત્રોતનો પાઠ કરે છે તેના બધા જ કામમાં સફળ થાય છે.


4. જો મનમાં કોઈ ઈચ્છા હોય અને તે પૂરી થતી ન હોય તો મંગળવારના દિવસે સ્નાન કરી લાલ વસ્ત્ર ધારણ કરીને હનુમાનજીની પૂજા કરો. હનુમાનજીને લાલ રંગના ફળ અને ફુલ અર્પણ કરો સાથે જ તેમને સિંદૂર ચઢાવો. હનુમાનજીને જે સિંદૂર ચડાવ્યું હોય તે છેલ્લે પોતાના માથા પર પણ લગાવો. 


આ પણ વાંચો: મીન રાશિમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 ગ્રહ મળીને 4 રાશિને કરાવશે બંપર ફાયદો


5. મંગળવારના દિવસે ઉધાર લેવાનું ટાળવું. સાથે જ આ દિવસે કોઈને રૂપિયા ઉધાર પણ આપવા નહીં. મંગળવારે પૈસાની લેતી દેતી ન કરવામાં આવે તો આર્થિક સ્થિતિ મજબૂત બને છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )