Shani-Surya yuti: શનિ-સૂર્યની યુતિને કારણે આ રાશિના જાતકો બનશે કરોડપતિ, થશે અનેક ફાયદા
Shani-Surya Yuti 2023: ભગવાન સૂર્યએ 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે 15 માર્ચ સુધી આ રાશિમાં રહેશે.
Shani-Surya Yuti 2023: ભગવાન સૂર્યએ 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. તે 15 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. સૂર્યદેવના પુત્ર એટલે કે શનિદેવ પહેલેથી જ આ રાશીમા છે. આ ગોચરને કારણે પિતા-પુત્ર સામસામે આવી ગયા છે. શનિ અને સૂર્યનો સંયોગ કેટલીક રાશિઓ માટે ફાયદાકારક રહેશે જ્યારે કેટલીક રાશિઓ માટે તે નુકસાનકારક રહેશે.
આ રાશિના લોકોને થશે ફાયદો
મેષ
કુંભ રાશિમાં ભગવાન સૂર્યના આગમનથી જ મેષ રાશિના લોકોને લાભ થશે. તમારી છુપાયેલી પ્રતિભા આ સમયગાળામાં સામે આવશે. આર્થિક દૃષ્ટિકોણથી પણ આ ગોચર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પૈસા સંબંધિત તમારી સમસ્યાઓ દૂર થશે. તમે સામાજિક રીતે વધુ સક્રિય રહેશો. કેટલાક નવા લોકોને મળવાની તક પણ મળશે.
આ પણ વાંચો:
કેમ દર વર્ષે માત્ર 180 IASની જ થાય છે પસંદગી, જાણો આ પાછળનું કારણ
BCCI ની સામે ઝુકવા મજબૂર થયું પાકિસ્તાન, એશિયા કપનું આયોજન બહાર કરાવવા તૈયાર
18 ફેબ્રુઆરીએ આફ્રિકાથી આવશે 12 ચિત્તા, C-17 વિમાન ભારતથી થયું રવાના
મિથુન
સૂર્ય મિથુન રાશિના નવમા ભાવમાં ગોચર કરશે. આ દરમિયાન તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. શનિ અને સૂર્ય તમારી આવકમાં વધારો કરશે. ભાગ્ય પણ તમારો સાથ આપશે. મહેનતમાં કોઈ કમી ન છોડશો સમાજમાં તમારું સન્માન વધશે. ઉપરાંત, તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અનુભવશો.
વૃષભ
સૂર્ય વૃષભ રાશિના 10મા ઘરમાં ગોચર કરશે. દસમા ઘરમાં સૂર્ય ખૂબ બળવાન છે. તમને તમારા કરિયરમાં આગળ વધવાની તક મળશે. વ્યાવસાયિકોને વધુ અધિકાર મળી શકે છે. આર્થિક રીતે પણ આ સમય તમારા માટે સારો રહેશે. નોકરીની નવી તકો પણ મળી શકે છે.
સિંહ રાશિ
સૂર્ય તમારી રાશિના સાતમા ભાવમાં ગોચર કરશે. આ સમયે તમારે વધુ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. સૂર્યની સીધી દૃષ્ટિ તમારી રાશિ પર રહેશે, આ દરમિયાન તમે ખૂબ જ સક્રિય રહેશો. જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. નવા બિઝનેસ ડીલ પર પણ મેળવી શકો છો.
આ પણ વાંચો:
દેશનાં બે શહેરોમાં ડ્રોનથી દવાની ડિલીવરીનાં શ્રી ગણેશ, ડ્રોન કેમ છે આશીર્વાદ સમાન?
રાશિફળ 17 ફેબ્રુઆરી: આ રાશિના જાતકો પર આજે માતા લક્ષ્મીની અઢળક કૃપા વરસશે
સ્પેનમાં મહિલાઓ પીરિયડ્સ દરમિયાન લઈ શકશે રજા, કાયદાને લાગૂ કરનાર પ્રથમ યુરોપીયન દેશ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube