Ramnath Mahadev: આ મંદિરમાં નાળિયેર મુકવાથી મનોકામના થાય છે પુરી, શિવજીનો અભિષેક કરવા નદી થાય બેકાંઠે
Ramnath Mahadev:સામાન્ય રીતે કોઈપણ મંદિરમાં પ્રસાદ ધરવાની કે કોઈ વસ્તુ ચઢાવવાની માનતા રાખવામાં આવે છે. પરંતુ રામનાથ મહાદેવ મંદિરે મહાદેવ સમક્ષ એક નાળિયેર દળતું મુકી દેવાથી મનોકામના પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે.
Ramnath Mahadev: રાજકોટ શહેરમાં 500 વર્ષથી વધુ જૂનું રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર વિશે લોકોનું કહેવું છે કે અહીં ભોળાનાથ અહીં સાક્ષાત બિરાજે છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. રાજકોટની આ જગ્યાને છોટી કાશી પણ કહેવાય છે. રામનાથ મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે. રામનાથ મહાદેવ રાજકોટવાસીઓની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર આજી નદીના કિનારે આવેલું છે. લોકોનું કહેવું છે કે ચોમાસુ શરૂ થાય એટલે મહાદેવનો અભિષેક કરવા માટે આજી નદી છલોછલ થાય છે જ્યારે મહાદેવનો અભિષેક થઈ જાય છે તો પૂરના પાણી પણ ઓસરી જાય છે.
આ પણ વાંચો: આ છે ભારતના ભૂતિયા હાઈવે, કોઈપણ સમયે થઈ જાય ભૂતનો ભેટો, રસ્તા પર દેખાય છે ઉડતા ફાનસ
રામનાથ મહાદેવના ભક્તોનું કહેવું છે કે પેઢીઓથી તેમના પરિવાર અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર 24 કલાક ભક્તો માટે ખુલ્લું હોય છે મંદિરને તાળું પણ મળવામાં આવતું નથી.. લોકોને રામનાથ દાદા પર અતૂટ વિશ્વાસ છે તેમનું કહેવું છે કે કોઈ પણ મનોકામના વ્યક્ત કરીને મંદિરમાં એક નાળિયેર મૂકવામાં આવે તો મનોકામના ગણતરીની દિવસોમાં મહાદેવ પૂરી કરે છે. અહીં હજારો લોકો એવા છે જેમને રામનાથ દાદાએ પરચા આપ્યા હોય. લોકોનું કહેવું છે કે અહીં મહાદેવ સાક્ષાત બિરાજે છે.
સામાન્ય રીતે કોઈપણ મંદિરમાં પ્રસાદ ધરવાની કે કોઈ વસ્તુ ચઢાવવાની માનતા રાખવામાં આવે છે. પરંતુ રામનાથ મહાદેવ મંદિરે મહાદેવ સમક્ષ એક નાળિયેર દળતું મુકી દેવાથી મનોકામના પૂર્ણ થતી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: આ હાઈવે પસાર કરતાં રસ્તા નજીક દેખાય અજાણી સ્ત્રી તો ધ્યાન ન આપતા તેના પર, નહીં તો...
રાજકોટ શહેરમાં શ્રાવણ માસ દરમિયાન રામનાથ દાદાની પાલખી નીકળે છે. આ પાલખી પાછળ પણ એક રોચક ઇતિહાસ છે. વર્ષો પહેલા રાજકોટમાં એક રોગ ફાટી નીકળ્યો હતો તે સમયે રામનાથ દાદાની પાલખી પહેલીવાર કાઢવામાં આવી હતી. પાલખી આખા શહેરમાં ફેરવવામાં આવી અને ત્યારથી શહેરમાંથી રોગ નીકળી ગયો. ત્યારથી આ પરંપરાનું પાલન દર વર્ષે કરવામાં આવે છે. રામનાથ દાદા ની પાલખી લગભગ છેલ્લા 100 વર્ષથી રાજકોટ શહેરમાં નીકળે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)