Surya Mahadasha: 6 વર્ષ સુધી સતાવે સૂર્યની મહાદશા, જીવનમાં આવતી સમસ્યાઓથી બચવા કરવો આ ઉપાય
Surya Mahadasha: જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નકારાત્મક સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને અહંકારી બનાવે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને હૃદય અથવા આંખ સંબંધિત ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે.
Surya Mahadasha: જો સૂર્યની મહાદશાની વાત કરીએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યની મહાદશા 6 વર્ષ સુધી રહે છે. આ મહાદશાની અસર દરેક વ્યક્તિના જીવનમાં પણ જોવા મળે છે. સૂર્યની મહાદશાનો આધાર કુંડળીમાં સૂર્યની સ્થિતિ પર હોય છે. જો કુંડળીમાં સૂર્ય અશુભ સ્થાન પર હોય તો વ્યક્તિને 6 વર્ષ સુધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
સૂર્ય સિંહ રાશિનો સ્વામી ગ્રહ છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચ અને તુલા રાશિમાં નીચ સ્થાનમાં હોય છે. જેના કારણે વ્યક્તિને તેના કરિયરમાં અનેક પ્રકારના ફાયદા મળે છે. એટલું જ નહીં વ્યક્તિને વેપારમાં નફો મળે છે અને સમાજમાં સન્માન મળે છે.
આ પણ વાંચો: Shaniwar Upay: અશુભ ગ્રહોના પ્રભાવથી રાહત મેળવવા શનિવારે કરો આ અચૂક ઉપાયો
સૂર્યની મહાદશામાં થતા લાભ
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ હોય તો તે વ્યક્તિને દરેક તરફથી સફળતા પ્રાપ્ત થાય છે. આ સમયમાં તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. સૂર્યની શુભ મહાદશામાં લાંબા સમયથી પેન્ડિંગ કામ પણ પુરા થાય છે. નોકરીમાં વ્યક્તિ ઉચ્ચ હોદ્દા સુધી પહોંચે છે.
સૂર્યની અશુભ મહાદશાની અસરો
જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્ય નકારાત્મક સ્થિતિમાં હોય તો તે વ્યક્તિને અહંકારી બનાવે છે. જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને હૃદય અથવા આંખ સંબંધિત ગંભીર બીમારીનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન પિતા સાથેના સંબંધો પણ ખરાબ થાય છે.
આ પણ વાંચો: 5 રાશિઓનો મંગળમય સમય 5 ફેબ્રુઆરીથી શરુ થશે, અચાનક થઈ શકે છે મોટો લાભ
સૂર્યની મહાદશા માટેના ઉપાય
દરરોજ સ્નાન કર્યા પછી તાંબાના લોટામાંથી પાણી ભરી સૂર્યદેવને અર્પણ કરો. રવિવારે ઘઉં અને તાંબાનું દાન કરો. આ દિવસે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરી પીપળના ઝાડને પણ જળ ચઢાવો. સાંજે પીપળના ઝાડ નીચે સરસવના તેલનો દીવો અવશ્ય પ્રગટાવો. નિયમિત રીતે આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)