Laung Ke Upay: રાતોરાત સુતેલા ભાગ્યને જગાડશે તકિયા નીચે રાખેલા 8 લવિંગ, કાર્યો થશે સફળ અને અટકેલું ધન મળશે પરત
Laung Ke Upay: જ્યોતિષશાસ્ત્રમાં લવિંગના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે, જે તમને રંકમાંથી રાજા બનાવી શકે છે. આ ઉપાય કરવાથી તમે સફળતાની સીડીઓ ચઢવા લાગશો. તમે ધાર્યું પણ નહીં હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. તો ચાલો તમને પણ જણાવીએ લવિંગના આવા ચમત્કારી ઉપાયો વિશે.
Laung Ke Upay: દરેક ઘરમાં લવિંગનો ઉપયોગ થાય છે. મોટાભાગે લવિંગનો ઉપયોગ ભોજનમાં થાય છે આ સિવાય ઘરમાં જો વિશેષ પૂજા હોય તો તેમાં પણ લવિંગ વપરાય છે. આ બે કામ સિવાય પણ જ્યોતિષશાસ્ત્રમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. લવિંગ એટલું શક્તિશાળી છે કે નવરાત્રી દરમિયાન જો તમે માતા દુર્ગાની પૂજામાં લગ્ન અર્પણ કરો છો તો તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. આ શક્તિશાળી લવિંગ કોઈપણ વ્યક્તિનું ભાગ્ય રાતો રાત બદલી શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં લવિંગના કેટલાક ઉપાય પણ જણાવવામાં આવ્યા છે, જે તમને રંકમાંથી રાજા બનાવી શકે છે. આ ઉપાય કરવાથી તમે સફળતાની સીડીઓ ચઢવા લાગશો. તમે ધાર્યું પણ નહીં હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. તો ચાલો તમને પણ જણાવીએ લવિંગના આવા ચમત્કારી ઉપાયો વિશે.
આ પણ વાંચો: વર્ષ 2024 માં પાપી ગ્રહ રાહુ 3 રાશિ પર થશે મહેરબાન, 18 મહિના આ લોકો રમશે રૂપિયામાં
ખરાબ સપના માટે
ઘણા લોકોને રાત્રે ખરાબ સપના આવતા હોય છે. જો તમને પણ વારંવાર આવા સપના આવતા હોય તો રાત્રે સુતા પહેલા તકિયા નીચે આઠ લવિંગ રાખી દેવા. આમ કરવાથી ખરાબ સપના નહીં આવે.
નકારાત્મકતા દૂર કરવા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારી આસપાસ નકારાત્મક ઉર્જા વધારે હોય તો તમારું મન બેચેન રહે છે. આવી સ્થિતિમાં પણ સુતા પહેલા તકિયાની છે આઠ લવિંગ રાખવા તેનાથી નકારાત્મકતા દૂર થઈ જાય છે.
આ પણ વાંચો: Vastu Tips: જમતી વખતે કરશો આ ભુલ તો પાપના બનશો ભાગીદાર, જિંદગી થઈ જશે બરબાદ
ધનલાભ માટે
આઠ લવિંગ તમારા જીવનમાં ધન લાભનું કારણ પણ બની શકે છે. તેના માટે 28 દિવસ સુધી રોજ રાત્રે સૂતા પહેલા ઓશીકા નીચે આઠ લવિંગ રાખવા અને સવારે આ લવિંગને પાણીમાં વહાવી દેવા. આમ કરવાથી ધન લાભ થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે.
ખરાબ નજર ઉતારવા
જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈને ખરાબ નજરની અસર થઈ હોય તો તેને દૂર કરવા માટે તે વ્યક્તિના તકિયા નીચે લવિંગ રાખી દેવા જોઈએ સવારે તેને ઘરની બહાર ફેંકી દેવા.
આ પણ વાંચો: Shakun shastra:દૂધ ઉભરાવું અને ઢોળાવું અપશુકન, અશુભ પરિણામથી બચવા તુરંત કરવો આ ઉપાય
ભાગ્યોદય માટે
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાત્રે સુતા પહેલા આઠ લવિંગ તકિયા નીચે રાખવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આમ કરનાર વ્યક્તિને દરેક કામમાં ભાગ્ય સાથ આપે છે અને તે સફળ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)