Hanuman Chalisa: હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મન શાંત થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. હનુમાન ચાલીસા લગભગ દરેક ઘરમાં રોજ થતી હોય છે. પરંતુ તેમ છતાં 99% લોકો હનુમાન ચાલીસાનું પઠન કરતી વખતે કેટલીક ભૂલ કરી બેસે છે જેના કારણે તેમને હનુમાન ચાલીસા કર્યાનું ફળ મળતું નથી. આ ભૂલ એવી છે જેના વિશે મોટાભાગના લોકો તો જાણતા પણ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે કોઈ મંત્ર કે સ્ત્રોતનો જાપ કરતી વખતે જાણતા અજાણતા ભૂલ થઈ જાય તો તેના કારણે મંત્ર જાપનું શુભ ફળ મળતું નથી. આજે તમને હનુમાન ચાલીસા સંબંધિત આવી ભૂલો વિશે જણાવીએ. જો તમે પણ આ ભૂલ કરતા હોય તો આજથી જ તેને સુધારી લો. 


આ પણ વાંચો: 29 જૂનથી શનિ અને બુધની બદલશે ચાલ, જાણો કઈ કઈ રાશિના લોકોએ રહેવું પડશે સંભાળીને


હનુમાન ચાલીસા કરતી વખતે થતી ભૂલો


1. હનુમાન ચાલીસા કરતી વખતે એક સામાન્ય ભૂલ જે મોટાભાગના લોકો કરે છે તે છે તેઓ ખાલી બોલીને હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે પરંતુ તેમનું મન ભટકતું હોય છે. હનુમાન ચાલીસા કરતી વખતે તેમનું ધ્યાન હનુમાન ચાલીસામાં કેન્દ્રિત નથી હોતું. હનુમાન ચાલીસા કરતી વખતે આવી ભૂલ કરવી નહીં. 


2. હનુમાનજી શ્રીરામના પરમ ભક્ત હતા તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાની શરૂઆત કરવી નહીં. ભગવાન રામનું નામ લીધા પછી જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 


આ પણ વાંચો: ઘરે કોઈ આવે તો પાણી પીવડાવવું શા માટે જરૂરી ? મહેમાનને આપેલું પાણી બદલી દેશે ભાગ્ય


3. હનુમાન ચાલીસા કરતી વખતે હનુમાનજી સમક્ષ પાણી ભરેલું પાત્ર રાખવું જોઈએ. ત્યાર પછી હનુમાન ચાલીસા 3 વખતથી લઈને 108 વખત સુધી કરી શકાય છે. હનુમાન ચાલીસા કરતી વખતે તન અને મન બંને શુદ્ધ હોવા જોઈએ. 


4. હનુમાન ચાલીસાના પાઠનું પૂર્ણ ફળ મેળવવું હોય તો તામસિક ભોજન કે મદિરાનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. સાથે જ હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો કોઈ નિર્બળ પર બળનો પ્રયોગ પણ ન કરવો અને કોઈ માટે અપશબ્દો પણ બોલવા નહીં.


આ પણ વાંચો: Geeta Gyan: શ્રીમદ ભગવત ગીતાના આ 4 ઉપદેશ બદલી જેશે તમારું જીવન, હંમેશા રાખો યાદ


5. હનુમાન ચાલીસા આસન પર બેસીને જ કરવી જોઈએ. આસન વિના જમીન પર બેસીને પણ હનુમાન ચાલીસા કરવી નહીં તેને અશુભ માનવામાં આવે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)