Astro Tips: નિયમિત રીતે દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે ત્યારે દીવો પ્રગટાવવાની પરંપરા છે. જ્યારે પણ ઘરમાં પૂજા, આરતી કે ધાર્મિક વિધિ થાય છે ત્યારે પણ દીવો પ્રગટાવવામાં આવે છે. તેનાથી ઘરમાં પવિત્રતા વધે છે અને સકારાત્મક ઉર્જા ફેલાય છે. એવું માનવામાં આવે છે કે દીવાનો પ્રકાશ ભગવાનની હાજરીનું પ્રતિક હોય છે. સાથે જ દીવો કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ ધર્મમાં અનુસાર ભગવાન સમક્ષ વિવિધ પ્રકારના દીવા કરવામાં આવે છે. જેમાં માટી, તાંબા, પિત્તળ વગેરે ધાતુનો ઉપયોગ થાય છે. પરંતુ આ સાથે કેટલાક ખાસ અવસરે લોટના દીવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. લોટનો દીવો કરવાથી દેવી-દેવતાઓ પ્રસન્ન થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ કરે છે. લોટમાં પણ અલગ અલગ લોટના દીવાનું મહત્વ અલગ અલગ હોય છે. 


આ પણ વાંચો:


રાશિફળ 1 ઓક્ટોબર: મેષ અને મિથુન રાશિની આર્થિક સમસ્યા થશે દુર, વાંચો તમારું રાશિફળ


ઘરની આ જગ્યામાં પિતૃ કરે છે વાસ, પિતૃ પક્ષ દરમિયાન ઘીનો દીવો કરવાથી તૃપ્ત થશે પૂર્વજ


Margi Shani: 2024 સુધી ગરીબી આ 4 રાશિઓથી રહેશે દુર, દિવાળી સુધીમાં અચાનક થશે ધન લાભ


ઘઉંના લોટનો દીવો
 
જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘઉંના લોટનો દીવો પ્રગટાવવાથી ક્લેશથી મુક્તિ મળે છે. જે લોકો કોર્ટ-કચેરીના વિવાદોમાં ફસાયેલા હોય તેમણે ભગવાન સામે ઘઉંના લોટનો દીવો પ્રગટાવવો જોઈએ.


મગના લોટનો દીવો


ધાર્મિક માન્યતા છે કે મગના લોટનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. તેને કરવાથી ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ બને છે અને દરિદ્રતા દુર થાય છે.


અડદના લોટનો દીવો


શાસ્ત્રો અનુસાર અડદના લોટથી બનેલો દીવો કરવાથી શત્રુ બાધાથી મુક્તિ મળે છે. તેને કરવાથી વ્યક્તિ તેના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરી શકે છે.


આ પણ વાંચો:


જે ઘરમાં સ્ત્રી સ્નાન કર્યા વિના કરે આ કામ તે ઘરમાં વધે દરિદ્રતા, થાય છે ધનહાનિ


11 દીવા કરવાનો ટોટકો


જ્યોતિષ શાસ્ત્રનો અનુસાર જો મનની કોઈની ઈચ્છા પુરી કરવી હોય તો લોટથી બનેલા 11 દીવા પ્રગટાવવા જોઈએ. જેમાં પહેલા દિવસે એક દીવો, બીજા દિવસે બે દીવા, ત્રીજા દિવસે ત્રણ દીવા એમ 11 દિવસ સુધીમાં 11 દીવા કરવા. આમ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)