Akshaya Tritiya 2023: આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે. આજે વિવાહ, મુંડન, ગૃહ પ્રવેશ, નવા કામની શરૂઆત જેવા શુભ કાર્યો કરવા માટે વણજોયું મહૂર્ત છે. એટલે કે આ દિવસે કોઇપણ કાર્ય શુભ મુહૂર્ત જોયા વિના કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષ દરમિયાન આવતા શુભ દિવસોમાંથી એક છે. આ દિવસે કેટલાક શુભ કાર્યો કરવામાં આવે તો માતા લક્ષ્મી વ્યક્તિ ઉપર હંમેશા મહેરબાન રહે છે અને તેમને સુખ સમૃદ્ધિ આપે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અક્ષય તૃતીયા પર સુખ સમૃદ્ધિ માટે કરો આ ઉપાય


શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો અત્યંત શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપાય કરવાથી જીવનમાં ધનની ખામી રહેતી નથી અને ઘર સુખ સમૃદ્ધિથી છલોછલ રહે છે. 


આ પણ વાંચો: 


Akshaya Tritiya : અખાત્રીજના દિવસે કરેલા આ 4 સરળ કામ, સુખ-સમૃદ્ધિથી છલોછલ રાખશે ઘર


23 એપ્રિલે મેષ રાશિમાં અસ્ત થશે બુધ ગ્રહ, આ 3 રાશિના લોકોનો શરુ થશે સારો સમય


આ 3 રાશિ છે માતા લક્ષ્મીની પ્રિય, આ રાશિના લોકોને નથી હોતી આવક ચિંતા, કરે છે જલસા


1. અક્ષય તૃતીયાના દિવસે શુભ મુહૂર્તમાં માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરવી. આમ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી વાસ કરે છે. માતા લક્ષ્મીની પૂજામાં સફેદ અથવા તો લાલ રંગનું ગુલાબ અર્પણ કરવું.


2. સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તો અક્ષય તૃતીયાના દિવસે સોનાની વસ્તુ ખરીદવી. આ દિવસે સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે. જો સોનું ખરીદી શકાય નહીં તો ચાંદી પણ લઈ શકાય છે. પરંતુ સ્ટીલ, લોઢું કે કાચની વસ્તુ ખરીદવી નહીં. કારણ કે તેના ઉપર રાહુનો પ્રભાવ હોય છે અને તે અનિષ્ટકારી સાબિત થાય છે.


3. અક્ષય તૃતીયાના દિવસે જવની ખરીદી પણ શુભ માનવામાં આવે છે તે કિંમતમાં સસ્તી પણ હોય છે અને સરળતાથી કોઈ પણ જગ્યાએ મળી જાય છે. આર્થિક સમસ્યાઓથી મુક્તિ મેળવવી હોય તો અક્ષય તૃતીયાના દિવસે વિધિ વિધાનથી ઘર અથવા તો વેપારની જગ્યાએ શ્રીયંત્રની સ્થાપના કરવી. 


4. અક્ષય તૃતીયાના દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે આ દિવસે કરેલા દાનનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગોળ, ચણા, ખાંડ, ફળ અથવા તો ઠંડી પીવાની વસ્તુ દાન કરી શકાય છે. 


5. અક્ષય તૃતીયાના દિવસે શંખ ખરીદી અને તેની ઘરમાં પૂજા કરીને સ્થાપના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે તેનાથી જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.


 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)