નવી દિલ્લીઃ વ્યસન આ શબ્દ જાણે મનુષ્યના જીવનમાં વણાઈ ગયો છે. આજની યુવા પેઢી જાતભાતના વ્યસનના રવાડે ચઢી ગઈ છે જેના કારણે દેશનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. વ્યસનની લત એકવાર લાગી જાય પછી તેને છોડવી ખુબ જ અઘરી છે. પરંતુ જો મજબૂત ઈચ્છાશક્તિ અને યોગ્ય સહયોગ મળે તો કોઈ પણ વ્યસન છૂટી શકે છે. આજે ઘણા એવા લોકો છે જેઓ વ્યસન છોડવા માટે પ્રયાસો કરી રહ્યા પરંતુ તેઓ છોડી નથી શક્તા. ત્યારે અમે આપને વાસ્તુ શાસ્ત્રમાં કહેવાયેલા કેટલાક ઉપાયો બતાવીશું. જેનાથી તમને વ્યસન છોડવામાં મદદ મળશે. આવો જાણીએ આ ઉપાયો વિશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રહ્યા વ્યસન છોડવાના વાસ્તુ શાસ્ત્રના ઉપાયો:
તમે પણ કોઈ વ્યસન કરો છો?, તમને બીડી, તમાકું કે ગુટકાની લત લાગેલી છે?, તમારે આ ખરાબ દુષણથી બહાર નીકળવું છે?, તો તમે વાસ્તુ શાસ્ત્રમાં સુચવેલા આ ઉપાયોનો પ્રયોગ કરશો તો વ્યસનમાંથી મુક્ત થઈ શકશો. વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા સરળ ઉપાયો બતાવવામાં આવ્યા છે જે કોઈ પણ સામાન્ય વ્યસની તેનો પ્રયોગ કરી શકે છે. તો તમે પણ કોઈ વ્યસન કરો છો અને તેને છોડવા માગો છો રોજ સવારે ઉઠીને સૌથી પહેલા પોતાના ઈષ્ટ દેવનું સ્મારણ કરો. સૂર્યદેવની સામે ગાયત્રી મંત્ર કે પછી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. કોઈ પણ એક મંત્રનો જાપ રોજ કરતા રહો. સ્નાન કર્યા બાદ પૂજાપાઠ કરી લલાટ પર ચંદન કે કેસરનું તિલક કરો. સવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીની પૂજા કરો. સિંદુરનું તિલક કરો. રવિવારે આદિત્ય સ્ત્રોતનો પાઠ કરો. રાત્રે સુવો ત્યારે ચાંદીના પાત્રમાં કેસરવાળુ જળ ભરીને પોતાના માથા પાસે રાખો, જ્યારે સવારે ઉઠો ત્યારે તે જળને પીપળા કે તુલસીને ચડાવી દો. તો શુભ યોગમાં તુલસીની માળા પણ ધારણ કરી શકો છો. હંમેશા ચાંદીનો એક નાનો ચોરસ ટુકડો પોતાની પાસે રાખો. ચાંદી કે તાંબાના ગ્લાસમાં જ પાણી પીવાનો આગ્રહ રાખો. 


આ ઉપાય તમને કરશે વ્યસન મુક્ત!
બુધવારના શુભ દિવસે કુંવારી કન્યાઓને લીલા કપડા કે બંગડીઓનું દાન કરો. શિક્ષક કે પૂજારીને પીળા વસ્ત્ર, ધાર્મિક પુસ્તક, પીળો ખાદ્ય પદાર્થ અર્પણ કરો. આ ઉપાયથી તમને વ્યસન મુક્ત થવામાં મદદ મળશે. આ સિવાય પણ તમે ઘરમાં સવાર-સાંજ કપૂર પ્રગટાવો. કપૂર પ્રજ્વલિત થવાથી સુગંધિત વાતાવરણ થશે અને ઘરમાં સકારાત્મક્તા આવશે તથા મનમાં દુષિત વિચારો આવતા રોકાશે. અને હા વ્યસની લોકોએ ભોજનમાં તામસિક પદાર્થોનું સેવન ભૂલીને પણ ન કરવું જોઈએ. કારણ કે તામસિક પદાર્થોનું સેવન મગજને તામસી બનાવે છે. નકારાત્મક ઊર્જાના દ્વાર ખોલે છે. પરસ્પર વિવાદ અને ઘરમાં તણાવવાળુ વાતાવરણ બનાવે છે. 


(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને માન્યતાઓ પર આધારિત છે, જેને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાને રાખીને અહીં રજૂ કરાઈ છે. અંધશ્રધ્ધાનું ઝી 24 કલાક ક્યારેય સમર્થન કરતું નથી. આર્ટિકલમાં આપેલી જાણકારીની અમે પુષ્ટી કરતા નથી.)