Padmini Ekadashi 2023: આ તારીખે ઉજવાશે પદ્મિની એકાદશી, અધિક માસનું આ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ
Padmini Ekadashi 2023: અધિકામાસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આ એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે. આ વર્ષે પદ્મિની એકાદશી 29 જુલાઈ 2023 અને શનિવારના રોજ આવશે. અધિકમાસમાં આવતી પદ્મિની એકાદશી અને પરમા એકાદશી પણ કહેવાય છે. આ વ્રત કરનારની સંતાનપ્રાપ્તિની ઈચ્છા પુર્ણ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
Padmini Ekadashi 2023: અધિકામાસમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ હોય છે. આ એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે. આ વર્ષે પદ્મિની એકાદશી 29 જુલાઈ 2023 અને શનિવારના રોજ આવશે. અધિકમાસમાં આવતી પદ્મિની એકાદશી અને પરમા એકાદશી પણ કહેવાય છે. આ વ્રત કરનારની સંતાનપ્રાપ્તિની ઈચ્છા પુર્ણ થાય છે અને તેને મોક્ષ પ્રાપ્ત થાય છે.
શાસ્ત્રો અનુસાર પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી ગાયનું દાન કર્યા સમાન ફળ પ્રાપ્ત થાય છે. આ એકાદશીના વ્રતની કથાનું વર્ણન શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર આ વ્રત કરી આ કથા સાંભળનારની મનની ઈચ્છા પુરી થાય છે. આ કથા અનુસાર ત્રેતાયુગમાં મહિષ્મતી પુરીના રાજા કીતૃવીર્યને સંતાન ન હતું. આ વાતને લઈ તે ચિંતામાં રહેતા હતા. સંતાન ન થવાના કારણે તેમણે વનમાં જઈ તપ કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો:
તમને પણ પલંગ નીચે આવી વસ્તુઓ રાખવાની આદત છે ? તો તમે આપી રહ્યા છો અલક્ષ્મીને આમંત્રણ
શુક્રવારે આ કામ કરનાર પર વરસે છે માતા લક્ષ્મીનો ક્રોધ, છીનવાય જાય છે ધન-વૈભવ
Budh Gochar 2023: બસ 3 દિવસ પછી થશે બુધ ગ્રહનો સિંહ રાશિમાં પ્રવેશ, 3 રાશિને થશે લાભ
રાજા સાથે વનમાં તેની પત્ની પદ્મિની પણ ગઈ. બંને તપસ્વી વેશમાં વર્ષો સુધી તપ કરતાં રહ્યા પણ સંતાન સુખ ન મળ્યું. ત્યારે રાણી પદ્મિનીએ માતા અનસૂયાને ઉપાય પુછ્યો. માતા અનસૂયાએ રાણીને જણાવ્યું કે 3 વર્ષે એકવાર આવતો અધિક માસ મનોકામના પૂર્તિનો મહિનો છે. આ મહિનામાં આવતી એકાદશી કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. ત્યારબાદ અધિકમાસમાં આવતી આ એકાદશીનું વ્રત રાણીએ કર્યું અને તેને વ્રતના ફળ સ્વરુપ સર્વગુણ સંપન્ન પુત્રની પ્રાપ્તિ થઈ.
પદ્મિની એકાદશી 2023
આ વર્ષે એકાદશીની તિથિ 28 જુલાઈ 2023 બપોરે 02.51 કલાકે શરુ થશે અને એકાદશીની તિથિ પૂર્ણ 29 જુલાઈ 2023 ના રોજ બપોરે 01.05 કલાકે થશે. એટલે કે ઉદિયા તિથિ અનુસાર એકાદશીનું વ્રત 29 જુલાઈએ કરવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)