Guru Gochar: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ ધન, સમૃદ્ધિ, માન-સન્માન અને વૈભવ આપે છે. ગુરુ ગ્રહ દર્દીર મહિનામાં રાખી બદલે છે. હાલ ગુરુ વૃષભ રાશિમાં ગોચર કરે છે. વર્ષ 2025 માં ગુરુ રાશિ પરિવર્તન કરશે. વર્ષ 2025 ના મે મહિનામાં ગુરુ મિથુન રાશિમાં ગોચર કરશે. મિથુન રાશિ બુધ ની રાશી છે. બુધની રાશિમાં ગુરુ બાર વર્ષ પછી પ્રવેશ કરશે. જેના કારણે કેટલીક રાશિના લોકોના સારા દિવસોની શરૂઆત થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મેષ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ


મિથુન રાશિ 


ગુરુનું રાશિ પરિવર્તન મિથુન રાશિ માટે લાભકારક સિદ્ધ થશે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે. ઘણા સમયથી લંબિત કાર્ય પૂર્ણ થશે. નોકરી કરતા લોકોને લાભ થશે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. કારકિર્દી માટે અનુકૂળ સમય. ભૌતિક સુખ પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. જીવનસાથી ની પ્રગતિ થશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે.


આ પણ વાંચો:વૃષભ રાશિના જાતકો માટે કેટલું શુભ છે નવું વર્ષ ? જાણવા વાંચો વાર્ષિક રાશિફળ


સિંહ રાશિ 


ગુરુનું ગોચર સિંહ રાશિ માટે પણ શુભ છે. ગુરુ લાભ સ્થાનમાં બોચર કરશે. જેથી આ સમય દરમિયાન આવકમાં જબરદસ્ત વધારો થશે. આવક ના નવા નવા સોર્સ ઉભા થશે. વેપારીઓને લાભ મળવાની સંભાવના. ભાગીદારીમાં કામ કરતાં લોકોને નાણાકીય લાભ થશે. રોકાણથી લાભ થશે. વ્યવસાયિક ડીલ થઈ શકે છે. શેર માર્કેટથી લાભ થશે. 


આ પણ વાંચો:મિથુન રાશિના જાતકો માટે કેટલું શુભ છે વિક્રમ સંવત ૨૦૮૧ નવું વર્ષ ? વાર્ષિક રાશિફળ


તુલા રાશિ 


તુલા રાશિ માટે ગુરુ લાભદાયક સિદ્ધ થશે. ગુરુના કારણે ભાગ્યનો સાથ મળશે. કારોબાર સંબંધીત યાત્રા સફળ થશે. કારકિર્દીમાં સુવર્ણ અવસર પ્રાપ્ત થશે. રિલેશનશિપમાં હોય તે લોકોના સંબંધ આગળ વધી શકે છે. પ્રોફેશનલ લાઇફમાં સકારાત્મક ફેરફાર આવશે. વિદેશથી સારા સમાચાર મળી શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)