જ્યોતિષ વિદ્યા મુજબ શનિ ગ્રહ અને શુક્ર ગ્રહ મિત્ર ગ્રહ માનવામાં આવે છે. લગભગ 30 વર્ષ બાદ 2024માં શુક્ર અને શનિની યુતિ બનવાની છે. જે ખુબ ખાસ માનવામાં આવી રહી છે. 2024માં શનિદેવ કુંભ રાશિમાં બિરાજમાન રહેશે, જ્યાં વર્ષની શરૂઆતમાં જ શુક્ર પણ પ્રવેશ કરશે. આવામાં કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ બનવાથી તમામ રાશિઓ પર પ્રભાવ પડશે. આવો જાણીએ કે કુંભ રાશિમાં શનિ અને શુક્રની યુતિ બનવાથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃષભ રાશિ
શનિ અને શુક્રની યુતિ વૃષભ રાશિવાળા માટે ખુબ લાભકારી સાબિત થવાની છે. આ દરમિયાન તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે. વેપારીને કારોબાર સંલગ્ન કોઈ શુભ સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ માનવામાં આવી રહ્યો છે. કરિયરમાં સમજી વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. 


મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં બનેલી શનિ અને શુક્રની યુતિ ફાયદાકારક બની શકે છે. શુક્રના પ્રભાવથી તમારી આવક વધવાની શક્યતા છે. ધનલાભના પ્રબળ યોગ બની રહ્યા છે. કરિયર લાઈફમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જશે. લવ લાઈફમાં પણ રોમાન્સ વધશે. 


મકર રાશિ
શુક્ર શનિની યુતિ બનવાથી મકર રાશિવાળાને ફાયદો થવાની શક્યતા છે. અચાનક ધનલાભ થઈ શકે છે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને કરિયર સંલગ્ન જરૂરી કામ પણ મળી શકે છે. હેલ્ધી રહેશો અને ટ્રાવેલ પણ કરી શકો છો. કેટલાક નવા લોકો સાથે મુલાકાત થવાની શક્યતા છે. 


 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube