નવી દિલ્હીઃ Akhand Samrajya Rajyog: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ સમય-સમય પર પોતાની સ્થિતિ બદલતા રહે છે. તેનાથી વિવિધ રાશિના જાતકો પર અલગ-અલગ પ્રભાવ જોવા મળે છે. જ્યાં પર ગ્રહ બદલાય છે. તેનાથી દેશ દનિયામાં પણ તેનું પરિવર્તન જોવા મળે છે. જ્યારે કોઈ ગ્રહ પોતાનું સ્થાન બદલે છે તો ઘણા શુભ સંકેત લઈને આવે છે. તેનો પ્રભાવ દરેક રાશિના જાતકો પર જરૂર પડે છે. પરંતુ અખંડ સામ્રાજ્ય રાજયોગમાં ત્રણ રાશિના જાતકોને વધુ લાભ થવાનો છે. આજે અમે તમને આ ત્રણ રાશિ વિશે વિસ્તારથી જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મકર રાશિ (Makar zodiac)
9 ફેબ્રુઆરીના રોજ ઉદય થયા બાદ શનિ અખંડ સામ્રાજય યોગ બનાવી રહ્યો છે. જેની અસર મકર રાશિના લોકો પર વધુ જોવા મળશે. શનિદેવ તમારી રાશિમાં ધન ભાવમાં ઉદિત થવાના છે.  જેને ધન અને વાણીની ભાવના માનવામાં આવે છે. હવે તમારા અટવાયેલા પૈસા પણ પરત મળશે. આ સમયે તમારી વાણીનો પ્રભાવ જોવા મળશે. કાર્યસ્થળે માન-સન્માન વધશે અને વહીવટી ક્ષમતાઓ પણ વધશે. જે લોકો મીડિયા, ફિલ્મ લાઇન અને માર્કેટિંગમાં છે તેમના માટે આ સમય ઘણો સારો સાબિત થવાનો છે.


આ પણ વાંચોઃ Grah Gochar 2023: બે દિવસ પછી ચમકી જશે આ 5 રાશિઓનું ભાગ્ય, પૈસાથી ભરાઈ જશે તિજોરી


ધન રાશિ (dhanu zodiac)
ધન રાશિના લોકોની કુંડળીમાં શનિ ગ્રહ ત્રીજા ભાવમાં ઉદિત થવાના છે. જે તમારા માટે લાભકારક હશે. આ સમયે શનિદેવ બળવાન હોય છે. તેથી તમારી સાથે પરાક્રમમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે ગોચર દરમિયાન તમારી આવકનો સ્ત્રોત પણ વધશે. સંપત્તિમાં રોકાણ કરેલા પૈસાનું ફળ મળશે. આગળ ચાલીને આ રોકાણ તમારા માટે સકારાત્મક પરિણામ લઈને આવશે. 


મિથુન રાશિ (Mithun zodiac)
અખંડ સામ્રાજ્ય રાજયોગ મિથુન રાશિ માટે ખુબ અનુકૂળ સાબિત થશે, કારણ કે શનિદેવ તમારી રાશિના નવમાં ભાવમાં ઉદય થવાના છે. તેથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે. તેના અટવાયેલા કામ પૂરા થશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને સફળતા મળશે. આ સમયમાં કારોબારના સંબંધમાં તમે યાત્રા પણ કરી શકે છે. આ તમારા માટે ખુબ લાભકારી સાબિત થશે. 


આ પણ વાંચોઃ પાંચ મહાયોગનું મિલન, આ 4 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે, ધન-સમૃદ્ધિ વધશે


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube