નવી દિલ્હીઃ Panchgrahi Yoga 2023 On akshaya Tritiya: હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનું ખુબ મહત્વ છે. આ દિવસે શુભ કાર્ય કરવા માટે કોઈ શુભ મુહૂર્તની જરૂર પડતી નથી. આ દિવસે લગ્ન, મુંડન, ગૃહપ્રવેશ, સોનું અને ચાંદીની ખરીદી, વગેરે કાર્યો કરવા શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કાર્યોને કરવાથી સુખ અને સફળતા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ પંચાગમાં કહેવામાં આવ્યું છે કે વૈશાખ મહિનાની શુદ પક્ષની ત્રીજ તીથીને અક્ષય તૃતિયા કે અખાત્રીજ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજ 22 એપ્રિલે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખાત્રીજના દિવસે ગ્રહોનો પંચગ્રહી યોગ બની રહ્યો છે. મેષ રાશિમાં માત્ર એક નહીં પરંતુ પાંચ ગ્રહો હાજર રહેશે. સાથે વૃષભ રાશિમાં બે ગ્રહો રહેશે. મેષ રાશિમાં સૂર્ય, બુધ, ગુરૂ અને યૂરેનસ યુતિમાં હશે. આ અસામાન્ય યોગથી પંચગ્રહી યોગ બની રહ્યો છે અને આ શુભ યોગ બનવાથી ચાર રાશિના જાતકોને વિશેષ લાભ મળશે. 


આ પણ વાંચોઃ ના ગમતી વસ્તુઓને તમારા જીવનમાંથી દૂર કરશે નાગરવેલનું પાન! ટોટકો જાણીને રહી જશે દંગ


પંચગ્રહી યોગ 2023 દરમિયાન ચાર ભાગ્યશાળી રાશિઓ


1. મેષ રાશિ
મેષ રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે, તેથી અખાત્રીજ આ રાશિમાં જન્મેલા જાતકો માટે ખુબ ભાગ્યશાળી દિવસ હશે. અખાત્રીજના દિવસે પાંચ ગ્રહ મેષ રાશિમાં રહેશે અને તેનો પ્રભાવ આ રાશિના જાતકો પર સૌથી વધુ પડશે. આ જાતકોને સમાજમાં સન્માન પ્રાપ્ત થશે. નોકરી કરનાર જાતકોને કરિયરમાં સફળતા મળશે અને પ્રમોશન પણ મળી શકે છે. મેષ રાશિના જે જાતકો વ્યવસાય કરી રહ્યાં છે, તેને પણ લાભ થઈ શકે છે. પંચગ્રહી યોગ 2023 દરમિયાન દાન કરવું મેષ રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. 


2. વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોને પંચગ્રહી યોગથી અસાધારણ રીતે ભાગ્યશાળી પરિણામ મળશે. ચંદ્ર અને શુક્રનો યુતિ મેષ રાશિમાં થઈ રહ્યો છે, તે જ સમયે આ રાશિમાં પંચગ્રહી યોગ 2023 બની રહ્યો છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના લોકોની કુંડળીમાં રાજયોગ બને છે. ભાગ્ય આ લોકોનો સાથ આપશે અને તેમની કુંડળીમાં રાજયોગ બનવાને કારણે તેમને પ્રમોશન, ધન લાભ, ઉચ્ચ પદ અને પ્રતિષ્ઠા મળશે. તમે બચત કરી શકશો અને તમારી આવકમાં વધારો કરી શકશો. તમે જે પણ કામ કરશો, તમારી આસપાસના લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે. તમારું જીવન વધુ સુખી અને વધુ શાંતિપૂર્ણ બનશે.


આ પણ વાંચોઃ Astro Tips: ભોજનની થાળીમાં ક્યારેય ન પીરસવી એક સાથે 3 રોટલી... જાણો શા માટે ?


3.કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોના દશમ ભાવમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. શુક્ર પણ આ અન્ય ગ્રહોની સાથે એકાદશ ભાવમાં સ્થિત છે. તેવામાં આ રાશિના જાતક જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થશે અને આર્થિક રૂપથી સમૃદ્ધ થશે. આ લોકો પોતાના પ્રયાસોમાં સફળ થશે. સાથે જીવનમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાસિલ કરી પોતાનું લક્ષ્ય પૂરુ કરી શકશે. સોના અને ચાંદીમાં રોકાણ કરવાથી અનુકૂળ પરિણામ મળશે. કર્ક રાશિના જાતકો જે વેપારમાં છે તેને લાભની પ્રાપ્તિ થશે. 


4. સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે અખાત્રીજ અનુકૂળ પરિણામ લાવશે. સૂર્ય આ સમયે સિંહ રાશિમાં પંચમ ભાવમાં ગોચર કરી રહ્યો છે. આ દરમિયાન તમારા અટવાયેલા કામ થઈ શકે છે. સિંહ રાશિના જાતકોને આ સમયમાં ધનલાભ પણ થઈ શકે છે. આ સમય દરમિયાન તમને દરેક પ્રયાસમાં સફળતાની સાથે પરિવારમાં સુખ મળશે. 


(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તેને અપનાવતા પહેલાં સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube