Akshaya Tritiya Lucky Rashi: સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને શુભ માનવામાં આવે છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી સુખ, સમૃદ્ધિમાં અનેક ઘણો વધારો થાય છે. એટલું જ નહીં આ દિવસને લગ્ન સહિતના શુભ કાર્યો માટે અતિશુભ માનવામાં આવે છે. આ દિવસે શરૂ કરેલા નવા કાર્યથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Angarak Yog 2024: મીન રાશિમાં બન્યો અંગારક યોગ, 1 જૂન સુધી આ રાશિઓ પર રહેશે સંકટ


અક્ષય તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે. આ વર્ષે અક્ષય તૃતીયા પર ઘણા બધા શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. સુકર્મા યોગ સહિતના શુભ સંયોગના કારણે આ દિવસ અતિ શુભ બનવાનો છે. તો ચાલો તમને જણાવીએ આ વર્ષે અક્ષય તૃતીયા ક્યારેય ઉજવાશે તેનું શુભ મુહૂર્ત કહ્યું છે અને અક્ષય તૃતીયા કઈ રાશિઓ માટે લાભકારી રહેવાની છે. 


ક્યારે છે અક્ષય તૃતીયા ? 


આ પણ વાંચો: ક્યારેય ફેલ નથી જતા કાળી હળદરના આ ટોટકા, આર્થિક સ્થિતિ ખરાબ હોય તેમના માટે ચમત્કારી


આ વર્ષે અક્ષય તૃતીયા 10 મેના રોજ ઉજવાશે. અક્ષય તૃતીયાની તિથિનો પ્રારંભ 10 મે એ સવારે 4.17 મિનિટથી થશે અને સમાપન 11 મે ની રાત્રે 2.50 મિનિટે થશે. અક્ષય તૃતીયાના દિવસે પૂજા કરવાનું શુભ મુહૂર્ત સવારે 5.33 થી બપોરે 12.18 મિનિટ સુધીનું છે. આ સમય દરમિયાન પૂજા તેમજ સોના-ચાંદીની ખરીદી કરવી શુભ રહે છે. 


અક્ષય તૃતીયાના શુભ સંયોગ 


આ પણ વાંચો: Mars Transit in Aries: મેષ રાશિમાં મંગળના પ્રવેશથી પલટી મારશે 3 રાશિઓનું ભાગ્ય


શાસ્ત્રો અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ ગણાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયા પર શુભ અને મંગલકારી સુકર્મા બની રહ્યો છે. સુકર્મા યોગની શરૂઆત 10 મે એ બપોરે 12 કલાકથી થશે અને 11 મે ના રોજ સવારે 10 કલાક સુધી રહેશે. અક્ષય તૃતીયાના દિવસે રવિ યોગ પણ બની રહ્યો છે. આ યોગમાં સોનાની ખરીદી કરવી શુભ ગણાય છે.


કઈ રાશિઓ માટે લાભકારી છે અક્ષય તૃતીયા 


આ પણ વાંચો: Shani Vakri 2024: 1 મહિના બાદ શનિ થશે વક્રી, 3 રાશિવાળા પર છપ્પરફાડ ધન વરસશે


જ્યોતિષશાસ્ત્ર અનુસાર અક્ષય તૃતીયા પર જે શુભ સંયોગ બની રહ્યા છે તે કેટલીક રાશિના લોકોને લાભ કરાવશે. આ વર્ષની અક્ષય તૃતીયા મેષ, મિથુન, કર્ક, તુલા અને મીન રાશિના લોકો માટે લાભકારી છે. આ પાંચ રાશિના લોકોને વેપારમાં સૌથી વધુ ફાયદો થશે. આ સમય દરમિયાન કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. આ રાશિના લોકોને અચાનક ધન લાભ પણ થવાના યોગ બની રહ્યા છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)