Fitkari Ke Totke: ફટકડીના આ ટોટકા છે અચૂક, કરવાથી ઘરમાં દિવસ રાત વધે છે સુખ-સમૃદ્ધિ
Fitkari Ke Totke: શું તમે જાણો છો કે ફટકડીના કેટલાક ચમત્કારી ઉપાયો પણ છે જેને કરવાથી ઘરના ક્લેશ, કરજ અને વાસ્તુદોષનો નાશ થાય છે ? જી હાં વાસ્તુશાસ્ત્રમાં ફટકડીના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દુર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો તમને જણાવીએ ફટકડીના આવા જ કેટલાક ઉપાયો વિશે.
Fitkari Ke Totke: ફટકડીનો ઉપયોગ તો દરેક ઘરમાં અલગ અલગ કામો માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે ફટકડીના કેટલાક ચમત્કારી ઉપાયો પણ છે જેને કરવાથી ઘરના ક્લેશ, કરજ અને વાસ્તુદોષનો નાશ થાય છે ? જી હાં વાસ્તુશાસ્ત્રમાં ફટકડીના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દુર થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. ચાલો તમને જણાવીએ ફટકડીના આવા જ કેટલાક ઉપાયો વિશે.
વાસ્તુદોષ દુર કરવા
ઘર કે ઓફિસમાં કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય તો તેને દુર કરવા માટે 50 ગ્રામનો ફટકડીનો ટુકડો લઈને તેને કોઈ એક ખૂણામાં રાખો. તેનાથી વાસ્તુ દોષોથી મુક્તિ મળશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
આ પણ વાંચો:
Tulsi Manjari: તુલસીમાં માંજર આવવા અતિ શુભ, માંજરનો આ ઉપાય ચમકાવી દેશે ભાગ્ય
ગુરુવારે સાંજ સુધી રહેજો સાવધાન, તુલા રાશિનો ગ્રહણ યોગ સર્જી શકે છે જીવનમાં ઝંઝાવાત
શનિના નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશિઓના લોકોનું ભાગ્ય
ધન પ્રાપ્તિ માટે
વાસ્તુ અનુસાર જો તમને મહેનત કર્યા પછી ધન પ્રાપ્તિ થતું ન હોય તો નહાવાના પાણીમાં ફટકડી ઉમેરી સ્નાન કરવાનું રાખો. તેનાથી ધાર્યા કામ સફળ થશે અને ધન પ્રાપ્તિનો માર્ગ ખુલશે.
ખરાબ સપના બંધ કરવા
જો તમને વારંવાર ખરાબ સપના આવતા હોય તો રાત્રે સૂતા પહેલા ફટકડીને કાળા કપડામાં બાંધીને તકિયાની નીચે રાખો. આ ઉપાય કરવાથી ખરાબ સપના આવતા બંધ થશે અને માનસિક ભય પણ દુર થશે.
ઘરનો ક્લેશ દુર કરવા
વાસ્તુ અનુસાર જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય તો સૂતા પહેલા પલંગની નીચે એક ગ્લાસ પાણીમાં ફટકડી ઉમેરી રાખી દો. સવારે આ પાણીને પીપળાના ઝાડમાં પધરાવી દો. ઘરમાં શાંતિ જળવાઈ રહેશે.
આ પણ વાંચો:
એક પણ દિવસ પાળ્યા વિના સતત 11 દિવસ જે કરે આ કામ તેની મનોકામના હનુમાનજી કરે છે પુરી
કરજ મુક્તિ માટે
ફટકડીનો એક નાનો ટુકડો લઈ તેના પર સિંદૂર લગાવો. ત્યાર પછી તેને નાગરવેલના પાનમાં મુકી તેના પર નાળાછડી વીંટી તેને પીપળાના ઝાડ નીચે રાખી દો. આમ કરવાથી જલ્દીથી કરજમાંથી મુક્તિ મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)