દાયકાઓ બાદ નવરાત્રિની આઠમ પર અદ્ભુત સંયોગ, 24 કલાકમાં ચમકી જશે આ જાતકોનું ભાગ્ય
Shardiya Navratri 2023 Ashtami Date: શારદીય નવરાત્રિની આઠમ ખાસ હોય છે. કાલે મહાઆઠમ પર ઘણા શુભ યોગનો સંયોગ બની રહ્યો છે, જે લોકોનું ભાગ્ય ચમકાવી દેશે.
Shardiya Navratri Ashtami 2023: મા અંબાની આરાધનાના મહાપર્વ નવરાત્રિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે. મા દુર્ગાની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. ગરબા કરવામાં આવી રહ્યાં છે. કાલે 22 ઓક્ટોબર 2023 રવિવારે મહાઅષ્ટમી માટે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. નવરાત્રિના 9 દિવસમાં અષ્ટમી તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે ઘરમાં કુળદેવીની પૂજા કરવામાં આવે છે. સાથે હવન અને કન્યા પૂજન પણ થાય છે. આ વખતે અષ્ટમી તિથિ પર એક સાથે ઘણા શુભ યોગ બની રહ્યાં છે.
અષ્ટમી પર શુભ યોગ
ઘણા વર્ષ બાદ એવો યોગ બની રહ્યો છે જ્યારે શારદીય નવરાત્રિની અષ્ટમી તિથિએ શનિ સ્વરાશિ કુંભમાં રહી શશ રાજયોગ બનાવી રહ્યો છે. આ સિવાય પણ કાલે 22 ઓક્ટોબર અષ્ટમીએ સર્વાર્થ સિદ્ધિ યોગ, રવિ યોગ પણ બની રહ્યો છે.
અષ્ટમીથી આ જાતકોનું ભાગ્ય ચમકી જશે
આટલા બધા રાજયોગનો શુભ સંયોગ મહાઅષ્ટમી પર આશરે 100 વર્ષ બાદ બની રહ્યો છે, જે કેટલાક જાતકો માટે શુભ રહેશે. આવો જાણીએ અષ્ટમી પર કયાં જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.
મેષ રાશિઃ મેષ રાશિના જાતકો જે નોકરી શોધી રહ્યાં છે તેને સફળતા મળશે. આ જાતકો કરિયરમા પ્રગતિ કરશે. દાંપત્ય જીવન સારૂ પસાર થશે. કારોબારમાં લાભ થશે. કોઈ શુભ સમાચાર મળી શકે છે.
આ પણ વાંચોઃ દિવાળી પહેલા પલટી મારશે આ રાશિના લોકોનું નસીબ, શનિ, રાહુ અને કેતુ કરશે માલામાલ
વૃષભ રાશિઃ વૃષભ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં સન્માન મળશે. તમને પદ અને પ્રતિષ્ઠા મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. પારિવારિક જીવનમાં શાંતિ રહેશે. સહકર્મીઓનો સહયોગ મળશે.
કર્ક રાશિઃ કારોબાર માટે યાત્રા પર જઈશ કો છો અને તેનાથી ખાસ લાભ થશે. વિશેષ કરીને સંપર્ક સંબંધી લાભ થશે. અટવાયેલા પૈસા પરત મળશે. રોકાણ માટે નવા માર્ગ ખુલશે.
મીન રાશિઃ આ જાતકોને રાજયોગ સમાજમાં પદ અને પ્રતિષ્ઠા અપાવશે. અચાનક ધનલાભ પણ થઈ શકે છે. બિઝનેસ કરનાર લોકો માટે સારો સમય છે. નોકરી કરનાર જાતકો માટે પણ આ સમય ખુબ સારો રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube